દેવનગરી કાશી માં બે વર્ષ દરમ્યાન ૧૩૯ દેશો ના ભક્તો દાદા ના દરબાર માં - At This Time

દેવનગરી કાશી માં બે વર્ષ દરમ્યાન ૧૩૯ દેશો ના ભક્તો દાદા ના દરબાર માં


દેવનગરી કાશી માં બે વર્ષ દરમ્યાન ૧૩૯ દેશો ના ભક્તો દાદા ના દરબાર માં

કાશીમાં ધાર્મિક યાત્રા પર આવવાવાળા લોકો આ શહેરમાં આસ્થાની સાથે જ અહીંની જીવન્તતા જોવા આવે છે. અથવા તો કહી શકાય કે શહેરમાંથી જીવન જીવવાની કળા શીખવા આવે છે. કાશીમાં બાબા વિશ્વનાથના સ્વર્ણિમ પ્રકાશના દર્શન કરવાવાળા યાત્રાળુઓ કાશીના રંગમાં રંગાઈ જાય છે. અહીંનાં મંદિરો, ધરોહર અને સંસ્કૃતિને જોવા માટે જ નથી આવતા પરંતુ, કાશીની નિરાળી જીવનશૈલી જોવા આવે છે. સ્વર્ણમયી કાશીની આભા તેમજ આકર્ષણ સાત સમંદર પારથી સનાતન ધર્મીઓ તેમજ પર્યટકોને એટલી હદ સુધી આકર્ષિત કરે છે કે છેલ્લાં બે વર્ષમાં ૧૩૯ દેશોના શિવભક્તોએ બાબાના દરબારમાં દર્શન કર્યા. ધર્મ, અધ્યાત્મ અને સંસ્કૃતિને જાણવા માટે સાત સમંદર પારથી કાશીમાં આવવાવાળા વિદેશી પર્યટકોનું આગમન લાંબા સમયથી ચાલતું આવ્યું છે. નવ્ય-ભવ્ય શ્રી કાશી વિશ્વનાથ મંદિરને વિસ્તારિત કર્યા પછી ધામમાં આવવાવાળા શ્રદ્ધાળુઓના દેશોની સંખ્યા વધી ગઈ છે. મોટી સંખ્યામાં સહેલાણીઓ દર્શન કરવા બનારસ આવી રહ્યા છે. મંદિર ન્યાસના મુખ્ય કાર્યપાલક અધિકારી વિશ્વભૂષણ મિશ્ર જણાવે છે કે ધામના લોકાર્પણ પછી લગભગ ૨૫ મહિનામાં બાબાના દરબારમાં ૧૩૯ દેશોના ભક્તોએ હાજરી પુરાવી છે. વર્ષ ૨૦૧૯ની તુલનામાં વર્ષ ૨૦૨૩માં ફક્ત શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરવા આવવાવાળા વિદેશી સહેલાણીઓની સંખ્યા ચાર ગણી વધી ગઈ છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.