રાજકોટ ખાતે એકાઉન્ટન્ટ જનરલ તરીકે અનુભવકુમાર સિંઘની નિમણુક.
રાજકોટ શહેર તા.૧૩૯૨૦૨૪ ના રોજ ગુજરાત એકાઉન્ટન્ટ જનરલ (ઓડીટ-૧) કચેરી અંતર્ગત રાજકોટની કચેરી ખાતે તા.૩ સપ્ટેમ્બર-૨૦૨૪ ના રોજ અનુભવકુમાર સિંઘ, I.A. & A.S. (ઇન્ડિયન ઓડીટ એન્ડ એકાઉન્ટ સર્વિસ) એકાઉન્ટન્ટ જનરલ તરીકે જોડાયા છે. તેમણે અલ્હાબાદ યુનીવર્સીટીમાંથી ફિલોસોફીમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવેલી છે તથા તેઓ I.A. & A.S. ની વર્ષ ૨૦૦૭ની બેચના અધિકારી છે. તેઓ અગાઉ ઓગસ્ટ, ૨૦૨૨થી ઓગસ્ટ, ૨૦૨૪ સુધી લંડનમાં પ્રિન્સીપલ ડાયરેક્ટર ઓફ ઓડીટની ઓફીસ ખાતે ડાયરેક્ટર તરીકે ફરજ નિભાવી ચૂક્યા છે, ગુજરાત મહાલેખાકાર (લેખાપરીક્ષા-૧) કાર્યાલયની યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.