રૂપિયા ૯૫,૦૦,૦૦૦/- (પંચાણુ લાખ) ની રકમનો નફો કે મુડી પરત ન આપી વિશ્વાસઘાત કર્યાના ગુન્હામા આરોપીના જામીન મંજુર કરતી રાજકોટની જે. એમ. એફ. સી. કોર્ટ
રાજકોટ શહેરમાં રહેતા યોગેશભાઈ ઉર્ફે અશોકભાઈ જાદવભાઈ બાબીયા દ્વારા તારીખ ૦૯.૦૮.૨૦૨૪ ના રોજ બી-ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે એફ.આઈ.આર. નોંધાવામાં આવેલ હતી જે કેસની ટુંકમાં હકીકત એ મુજબની હતી કે ફરિયાદીના મરણજનાર દીકરા મૌલિકભાઈ એ ૭ આરોપીયો ને કુલ ૨,૪૭,૫૦,૦૦૦/- (બે કરોડ સુળતાલિસ લાખ પચાસ હજાર પુરા) તેના ધંધા માથી તથા પર્સનલ લોન તથા બેંક પાસેથી લોન લઈ ધંધો કરવા માટે આપેલ હોય જે રૂપિયાનો નફો કે મુદલ મુડી આરોપીઓ એ સમાન ઈરાદો પાર પાડી ફરિયાદીના દીકરા એ તથા ફરિયાદીએ વારંવાર માંગવા છતાં પરત ન આપી વિશ્વાસઘાત કરેલ હોય.
સદરહું ફરિયાદ સંદર્ભે આરોપી રાહુલભાઈ રણજીતભાઇ સોની અમદાવાદ વાળા જેઓ ને આક્ષેપિત ફરીયાદ મુજબ ફરિયાદીના દીકરાને રૂપિયા ૯૫,૦૦,૦૦૦/- (પંચાણુ લાખ પુરા) આપવાના બાકી નીકળતા હોય, જેની ચુકવણી કરેલ ન હોય જે ફરિયાદી સાથે વિશ્વાસઘાત કરેલ હોય અને ફરિયાદીના દીકરા પાસે કોઈ રૂપિયાની સગવડતા નહી થતાં પોતાની જાતે ગળાફાસો ખાઈ લેતા મરણ ગયેલ હોય. આરોપી રાહુલની ધોરણસર અટક કરેલ હતી જ્યારે પોલિસ કસ્ટડીનો સમય પુરો થતાં આરોપીના વકિલ શ્રી અજય આર તોલાણી દ્વારા જામીન અરજી મુકવામાં આવેલ હતી જે જામીન અરજીની વિગત વાર દલીલ કરેલ હતી તેમજ ઉપલી અદાલતના વિવિધ ચુકાદાઓને ધ્યાને દોરતાં રાજકોટની નામદાર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટ દ્વારા તારીખ ૧૧.૦૯.૨૦૨૪ ના રોજ આરોપીના જામીન મંજુર કરવામાં આવેલ હતાં. આ કામના અરજદાર - આરોપી રાહુલભાઈ રણજીતભાઈ સોની વતી લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સિલના યુવા વકિલ શ્રી અજય આર. તોલાણી રોકાયેલ હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.