ચંદ્રાબાબુ નાયડુએ ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યું:વિશેષ દરજ્જાની માગ પૂરી ન થતા આવતીકાલે રાજીનામું આપશે, જાણો સોશિયલ મીડિયા પર વાઇરલ પોસ્ટનું સત્ય
સોશિયલ મીડિયા પર TDP પ્રમુખ ચંદ્રાબાબુ નાયડુ વિશે એક સમાચાર વાઇરલ થઈ રહ્યા છે. સમાચાર છે કે- ચંદ્રાબાબુ નાયડુએ ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યું. વિશેષ દરજ્જાની માગ પૂરી ન થતાં ગઠબંધન તૂટી ગયું. આવતીકાલે (TDP) ચંદ્રબાબુ નાયડુના બે પ્રધાનો NDAમાંથી રાજીનામું આપશે. આ સમાચારની પુષ્ટિ કરવા માટે ABP ન્યૂઝનો સ્ક્રીનશોટ શેર કરવામાં આવી રહ્યો છે. આ સ્ક્રીનશોટમાં કહેવામાં આવ્યું છે- Breaking News આવતીકાલે TDPના બે મંત્રીઓ કેન્દ્રમાંથી રાજીનામું આપશે. ચંદ્રાબાબુ નાયડુએ ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યું. વાઇરલ સમાચારનું સત્ય... વાઇરલ થઈ રહેલા સમાચાર વિશે સત્ય જાણવા માટે અમે તેનાથી સંબંધિત કીવર્ડ્સ શોધ્યા. સર્ચ કરવા પર અમને એબીપી ન્યૂઝની યુટ્યૂબ ચેનલ પર આ સમાચાર સાથે સંબંધિત વીડિયો મળ્યો. આ વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે TDP ચીફ ચંદ્રાબાબુ નાયડુએ NDA ગઠબંધનથી અલગ થવાની જાહેરાત કરી છે. ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું કે અમે એનડીએથી અલગ થઈ રહ્યા છીએ. TDPના બે મંત્રી આવતીકાલે રાજીનામું આપશે. નાયડુએ કહ્યું કે તેમણે પીએમ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ પીએમ લાઇન પર આવ્યા નહીં. નોંધનીય બાબત એ છે કે આ વીડિયો 6 વર્ષ પહેલાં એટલે કે 7 માર્ચ 2018ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. જેથી આ સ્પષ્ટ છે કે 6 વર્ષ જૂના સમાચાર સોશિયલ મીડિયા પર વર્તમાનના સમાચાર દર્શાવીને શેર કરવામાં આવી રહ્યા છે. નકલી સમાચાર સામે અમારી સાથે જોડાઓ. જો તમને કોઈપણ માહિતી અંગે કોઈ શંકા હોય તો કૃપા કરીને અમને @fakenewsexpose@dbcorp.in ઈમેલ કરો અને WhatsApp- 9201776050 કરો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.