બેગલેસ ડે વિદ્યાર્થીઓ માટે પરિવર્તનકારી અનુભવ – “Bagless Days…Innovative Days”
(બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા)
રાણપુર તાલુકાની અલમપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે 10 દિવસ બેગલેસ ડેનું આયોજન કરાયું વિદ્યાર્થીઓને અપાયું પ્રાકૃતિક કૃષિનું જ્ઞાન10 દિવસ બેગલેસ ડે રૂપી શિક્ષણ પ્રત્યેનો નવીન અભિગમ વ્યવસાયિક અને સર્જનાત્મક વિષયો સાથે વિદ્યાર્થીઓનો પરિચય કરાવીને નવું ધોરણ સ્થાપિત કરી રહ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અમલી નવી શિક્ષણ નીતિ અન્વયે વિદ્યાર્થીઓને પોતાના રસ અને વલણ અનુસાર શિક્ષણ મળી રહે તે માટે ધોરણ 6થી 8માં 10 દિવસ બેગલેસ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે જે દરમિયાન વિદ્યાર્થીઓ 10 દિવસ બેગ લીધા વગર સ્કૂલે આવે છે અને તેમને વ્યવસાયિક વિષયોની પ્રેક્ટીકલ તાલીમ આપવામાં આવે છે અનેક મહત્વપૂર્ણ વિષયોની જાણકારી વિદ્યાર્થીઓને મળી રહે તે માટે બોટાદ જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના માર્ગદર્શન અન્વયે બોટાદ જિલ્લાની વિવિધ શાળાઓમાં બાળકોના કૌશલ્યોને નવી દિશા આપતી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી રહી છે જે અંતર્ગત રાણપુર તાલુકાની અલમપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે પ્રિ વોકેશનલ (10 દિવસ બેગલેસ ડે)નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતની મુલાકાત કરાવવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ કુદરતી ખેતી અંગે તેમજ ખેતીમાં વપરાતા સાધનો વિશે પણ જાણકારી મેળવી હતી પ્રાકૃતિક કૃષિ એટલે શું? પ્રાકૃતિક કૃષિ કેવી રીતે થઈ શકે અને આપણાં જીવનમાં તેનું કેટલું મહત્વ છે? કૃષિ વિશે મહત્વપૂર્ણ જ્ઞાન વિદ્યાર્થીઓને નાનપણમાં જ મળી રહે તો તેમનામાં કૃષિ પ્રત્યેનો નવીન અભિગમ ખૂબ નાની ઉંમરથી જ આવી શકે છે નવી શિક્ષણ નીતિ પ્રમાણે વિદ્યાર્થીઓને સુથારીકામ, મેટલ વર્ક, બાગકામ, માટીકામ સહિતની પ્રવૃત્તિઓ શીખવવામાં આવે છે આ ઉપરાંત રાષ્ટ્રીય સ્મારકો અને સંગ્રહાલયોની પણ મુલાકાત માટે લઈ જવામાં આવે છે શિક્ષકો આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓના રસ અને વલણને જાણી શકે છે આ દરમિયાન વિદ્યાર્થીઓને કોઈ ગુણ અથવા ગ્રેડ આપવામાં આવતા નથી, પરંતુ શિક્ષકો આંતરિક મૂલ્યાંકન કરી શકે છે અને વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલા શિક્ષણનો આંતરિક રેકોર્ડ પણ રાખી શકે છે વિદ્યાર્થીઓમાં રહેલા કૌશલ્યોનો વિકાસ કરવામાં આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે નવી શિક્ષણ નીતિની બેગલેસ પહેલ વિદ્યાર્થીઓ માટે પરિવર્તનકારી અનુભવ સાબિત થઈ રહી છે, જે તેમને નાની ઉંમરથી જ તેમની શક્તિઓ અને રુચિઓને ઓળખવામાં મદદ કરે છે વ્યવસાયિક અને સર્જનાત્મક વિષયો સાથે વિદ્યાર્થીઓનો પરિચય કરાવીને શિક્ષણ પ્રત્યેનો આ નવીન અભિગમ એક નવું ધોરણ સ્થાપિત કરી રહ્યો છે, જ્યાં દરેક વિદ્યાર્થી માટે શિક્ષણ મનોરંજક અને યાદગાર અનુભવ બની જાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.