મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ઢોલ ખાખરા ગામ ખાતે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને રાત્રી સભા યોજાઈ
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ઢોલ ખાખરા ગામ ખાતે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને રાત્રી સભા યોજાઈ
વહીવટી તંત્ર પ્રજાના ઘર આંગણે પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા પહોંચ્યું
મહીસાગર
મહીસાગર જિલ્લાની પ્રજાની સમસ્યાઓનો ઘર-આંગણે જઇ પારદર્શી અને સંવેદનાથી ઉકેલવાના રાજ્ય સરકારના માનવીય અભિગમ અંતર્ગત ખાનપુર તાલુકાના ઢોલ ખાખરા ગામ ખાતે જિલ્લા કલેક્ટર શ્રીમતી નેહા કુમારી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી એલ પટેલની ઉપસ્થિતિમાં રાત્રિ સભા યોજાઇ હતી.આ પ્રસંગે સંકલનના તમામ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહી ગ્રામ જનો સમક્ષ વિવિધ યોજનાઓથી માહિતગાર કર્યા હતા. ત્યારબાદ ગ્રામજનોએ કલેકટર શ્રીમતી નેહા કુમારી સમક્ષ સામૂહિક પ્રશ્નો રજૂ કર્યા હતા જેને કલેકટરશ્રીએ સ્થળ પર જ નિરાકરણ આવે તે માટે જરૂરી સૂચનો કર્યા હતા.
આ સભામાં વ્યક્તિગત તેમજ સામૂહિક પ્રશ્નો જેવા કે રોડ, રસ્તા, પાણીની સમસ્યા, વાસમો, વીજળી, પશુ દવાખાના, વાહન વ્યવહાર, આંગણવાડી અને બેન્ક અંગે પ્રશ્નો રજૂ કર્યા હતા. જેમાં મોટાભાગના પ્રશ્નોનો કલેકટર દ્વારા સંબંધિત અધિકારીને સુચના આપી નિકાલ કર્યો હતો
આ પ્રસંગે નિવાસી અધિક કલેકટરશ્રી સી વી લટા, લુણાવાડા પ્રાંત અધિકારીશ્રી આનંદ પાટીલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મૈત્રીબેન, ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, આરોગ્ય અધિકારીશ્રી, પશુપાલન અધિકારીશ્રી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિત સંકલનના તમામ અધિકારીશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ભૌમિક પટેલ બાલાસિનોર મહિસાગર
9714056889
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.