ફાઈલો પર સહી કરવાની મનાઈ, ઓફિસ જઈ શકશે નહીં:આ 5 શરતોએ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા, 177 દિવસે જેલમાંથી બહાર આવશે
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હી લિકર પોલિસી સંબંધિત CBI કેસમાં શુક્રવારે 13 ઓગસ્ટે જામીન મળ્યા હતા. કોર્ટે CBIની ધરપકડને નિયમ મુજબ ગણાવી હતી. જો કે, કોર્ટે કહ્યું કે, 'ED કેસમાં જામીન મળવા છતાં કેજરીવાલને જેલમાં રાખવો એ ન્યાયનો ભંગ થશે. ધરપકડની શક્તિનો ઉપયોગ ખૂબ સમજી વિચારીને કરવો જોઈએ. કેજરીવાલ 177 દિવસ પછી જેલમાંથી બહાર આવશે. 21 માર્ચે દારૂ નીતિના કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં 26 જૂને CBIએ તેમને જેલમાંથી કસ્ટડીમાં લીધા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.