૦૦ દાહોદ : દાહોદ જિલ્લામાં સેવાસેતુના ૧૦ મા તબક્કાના યોજાનાર સેવાસેતુ કાર્યક્રમને ધ્યાને રાખી સેવા સેતુ કાર્યક્રમના આગોતરા આયોજન અંગે જિલ્લા સેવા સદન ખાતે કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને વર્ચ્યુઅલ માધ્યમથી મિટિંગ યોજવામાં આવી હતી.
પાત્રતા ધરાવનાર કોઈપણ લાભાર્થી વંચિત રહી ન જાય તેની ખાસ તકેદારી રાખવી- કલેકટરશ્રી યોગેશ નિરગુડે.
આ સેવા સેતુ કાર્યક્રમમાં પાત્રતા ધરાવનાર કોઈપણ લાભાર્થી સરકારશ્રી તરફથી અપાતી સેવાથી વંચિત રહી ન જાય તેની તમામ સંબંધિત અધિકારીશ્રીઓએ તકેદારી રાખવાની રહેશે એમ કહેતાં જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ જણાવ્યું હતું કે, લાભાર્થીઓને આ કાર્યક્રમ અંગેની આગોતરી રીતે જાણ થાય તે માટેના પણ પ્રયત્નો કરવા જોઈએ જેથી કરીને લાભાર્થીઓને આ કાર્યક્રમ અંગેની જાણકારી હોય અને તેઓ ત્યાં ઉપસ્થિત રહીને લાભ મેળવી શકે.
જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ તેમજ ગ્રામ પંચાયત કક્ષાએથી આપવાના થતા સરકારી લાભો જેમ બને એમ લાભાર્થીઓ સુધી પહોંચે તેવા પ્રયત્નો કરવા તેમજ એક પેડ માં કે નામ સૂત્ર હેઠળ કાર્યક્રમ નિમિતે વૃક્ષારોપણ પણ થાય તેમજ આવનાર ગરીબ કલ્યાણ મેળાના આયોજન માટેની તૈયારી માટે પણ તમામ અધિકારીશ્રીઓને કલેકટરશ્રી યોગેશ નિરગુડે દ્વારા સૂચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, ધારાસભ્ય શ્રી મહેશભાઇ ભુરીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, નિવાસી અધિક કલેકટર શ્રી જે.એમ.રાવલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી બી. એમ.પટેલ, તમામ પ્રાંત અધિકારી શ્રીઓ ,જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ, નગર પાલિકાના ચીફ ઓફિસરશ્રી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦
9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.