ચમારડી ગામે ખેડૂતો ના ઇસ્ટદેવ ભગવાન બલરામજી નો પ્રાગટય પર્વ ની ઉજવણી - At This Time

ચમારડી ગામે ખેડૂતો ના ઇસ્ટદેવ ભગવાન બલરામજી નો પ્રાગટય પર્વ ની ઉજવણી


ચમારડી ગામે ખેડૂતો ના ઇસ્ટદેવ ભગવાન બલરામજી નો પ્રાગટય પર્વ ની ઉજવણી

બાબરાના ચમારડી ગામમાં લેરાનાથ ગૌશાળામાં ભારતીય કિસાન સંઘ-બાબરા-સમીતી દ્વારા ખેડુતોના ઇસ્ટદેવ અને કૃષ્ણ ભગવાનના મોટાભાઈ - હળધારી ભગવાન બલરામની જન્મજ્યંતિ ઉજવવામાં આવી.અને ભારતીય કિસાન સંઘ તાલુકા પ્રમુખ ભાનુભાઈ પાનશેરીયા તેમજ અમરેલી જિલ્લા ઉપપ્રમુખ લાલજીભાઈ વસ્તરપરા અને ૭૭ વર્ષની ઉંમરના વડીલ પરશોતમભાઈ ભાયાણી તેમજ કાર્યકર્તાઓ અને ગૌશાળાના સંચાલક ભૂપતભાઈ ખીમાણી સર્વો મળી ધામધુમથી ગૌશાળામાં સફાઇ કરીને ઉજવણી કરવામાં આવી.અને ભગવાન શ્રી બલરામજી અને ભારતમાતાની જ્ય, જ્ય નાદ જવાન જ્ય કિશાન સાથે જ્ય જ્ય બલરામ ના જયઘોષ પ્રમુખશ્રીએ જણાવ્યું કે આપણો ભારત દેશ ૮૦ ટકા ખેતીપ્રધાન છે.અને ભારતનું કરોડરજજુ જ ખેતી છે. અને બલરામ એટલે કૃષ્ણના મોટાભાઈ જે શેષનો અવતાર છે.અને આગલા જન્મમાં બલરામ રામના નાનાભાઈ લક્ષ્મણ હતા જે કૃષ્ણકાળમાં રામે કૃષ્ણનો અવતાર ધારણ કર્યો અને જે રામાવતાર જે મોટl હતા તે નાનાભાઈ કૃષ્ણ અને નાના ભાઈ હતા તેમણે ભગવાન બલરામનો અવતાર ધારણ કર્યો અને શાસ્ત્રમાં કહેવા પ્રમાણે વસુદેવતના બીજા પત્નિ રોહિણીને ત્યાં બલરામનો અવતાર થયેલ. તે કૃષ્ણ કરતા ૧૧ મહિના અને ૧૭ દિવસ મોટા હતા. એ સમયમાં પણ લોકોને હેરાન કરતા રાક્ષસોને ભગવાન બલરામ અને કૃષ્ણે સંહાર કરેલા. અને આજે બલરામ ભગવાનની જ્યંતિ નિમીતે પ્રાર્થના કરીએ કે ભારતની ખેતી હજુ વધુ સમૃદ્ધ બને, ખેતીના પોક્ષણક્ષમ ભાવ મળે અને ભારત દેશ વિશ્વમાં નંબર-૧બને તેવી ભાવના વ્યક્ત કરી તેમજ પર્યાવરણ સારૂ રાખવા તેમજ ભારત દેશને ગરમીથી બચાવવા દર વર્ષે વૃક્ષો વાવીએ તેવો બધા ને આગ્રહ કર્યો.તેમજ યોગામાં મેડલ મેળવી, ગુજરાત બીજો નંબર મેળવનાર ૭૭ વર્ષના પરશોતમ દાદાએ જણાવ્યું હતું તમારાથી મહેનત થાય તેટલી કરો અને ખેતી સાચવી રાખવા જણાવ્યું હતું. ખેતર બને ત્યાં વેંચતા નહીં, અમરેલી જિલ્લા ઉપપ્રમુખ લાલજીભાઈ વસ્તરપરાએ ગૌમાતાની જ્ય બોલાવી અને ગાય આધારીત ખેતી કરવા જણાવ્યું તેમજ કિશાન સંઘ દ્વારા ખેડૂતોને હેરાન કરતા તત્વો અને ખોટી રીતે દંડ આપેલા તેમાંથી ખેડૂતોને O દંડ કરાવેલા અને તેમાંથી કિસાન સંગઠન જ બચાવી શકશે. ત્યારબાદ કારોબારી મેમ્બરશ્રી સવસીભાઈ જાદવે જણાવ્યું કે ખેડૂતોને સમૃધી લાવવી હશે એફપીઓ કે ખેડૂત મંડળી બનાવવી પડશે અને ખેડૂત તેની રીતે ખેતપેદાશ વેંચતો થશે તો સમદ્ધ થશે. તેમજ કારોબારી મેમ્બર - મધુભાઈએ જણાવ્યું હતું કે ખેડૂતોને ખેતરમાં માટી નાખવાની મંજૂરી લેવી પડે છે તે ખેડૂતો માટે છૂટ હોવી જોઈએ તેમજ રખડતા રોઝ, ભૂંડ, રેઢીયાર પશુઓમાંથી ફોરેસ્ટ ખાતાએ ખેડૂતો બચાવવા તેમજ ખેતીને બચાવવા રોઝ, ભૂંડ વગેરેની વ્યવસ્થા કરી લઇજવા જોઈએ..છેલ્લે બધા કિશાનો એ ગૌશાળામાં ગાયોના દર્શન કરી પ્રસાદ લઈને ઉત્સવ ધામધુમથી મનાવ્યો.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.