કોમર્સ કોલેજ ખાતે આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે માનસિક સ્વાસ્થ્ય સુધારણા અંગે જાગૃતિ સેમિનાર યોજાયો
કોમર્સ કોલેજ ખાતે આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે માનસિક સ્વાસ્થ્ય સુધારણા અંગે જાગૃતિ સેમિનાર યોજાયો
આજરોજ અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે માનસિક સ્વાસ્થ્ય સુધારણા તેમજ આત્મહત્યા નિવારણ વિષે એક માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં શ્રી શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલીના સોશિયલ વર્કર શ્રી નરેન્દ્ર ભાઈ મકવાણા તથા શ્રી તુષારભાઈ વાણીયા માર્ગદર્શક તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય સુધારણા અંગેની ટીપ્સ આપી હતી તથા આત્મહત્યા નિવારણ માટેના ઉપચારો વિષે માહિતગાર કર્યા હતા તથા વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર પ્રા. જે. એમ. તળાવિયા તથા પ્રા. ડો. એ. બી. ગોરવાડીયાએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રા.ડો.એ.જી.પટેલ અને એન.સી.સી. પ્રોગ્રામ ઓફિસર પ્રા. ડબલ્યુ. જી. વસાવાએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું આયોજન કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપલ પ્રા. ડો. એમ. એમ. પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. તેમ આઇ.ક્યુ.એ.સી. કોઓર્ડીનેટર પ્રા. ભારતીબેન ફીણવીયાએ જણાવ્યું હતું.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.