પૂ. મોરારિબાપુની રામકથામાં વિશ્વ હિંદુ પરિષદનાં આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારજી ખાસ ઉપસ્થિત રહેશે. - At This Time

પૂ. મોરારિબાપુની રામકથામાં વિશ્વ હિંદુ પરિષદનાં આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારજી ખાસ ઉપસ્થિત રહેશે.


પૂ. મોરારિબાપુની રામકથામાં વિશ્વ હિંદુ પરિષદનાં આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારજી ખાસ ઉપસ્થિત રહેશે.

સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે રાજકોટમાં 23 નવેમ્બરથી 1 ડીસેમ્બર પૂ. મોરારિબાપુની 947મી રામ કથાનો પ્રારંભ

વૃક્ષો અને વડીલો માટે થઇ રહ્યું છે રામકથાનું આયોજન

રાજકોટમાં 12 વર્ષ પછી વૃદ્ધો અને વડીલોનાં શુભાર્થે પૂ.મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. રામકથા 23 નવેમ્બરથી શરુ થઈને 1 ડિસેમ્બર સુધી ચાલશે. દરરોજ 1 લાખ લોકો રામકથા શ્રવણ કરશે અને પ્રસાદ લેશે. વરિષ્ઠ પૂ. મોરારીબાપુની સમગ્રપણે 947મી રામકથા યોજાશે. આ રામકથા એ ધાર્મિક અને આધ્યાત્મિક અનુભવ આપવા માટેનું વિશેષ આયોજન છે. કથા દરમિયાન પ્રત્યેક મહેમાનો તેમ જ રામ ભક્તોને શાંતિથી અને આનંદદાયક રીતે કથાનો અમુલ્ય લહાવો મળી રહે અને પૂ. બાપુની અમૃત વાણીનું રસપાન કરી શકે તે માટે અલગ અલગ ખંડની અલાયદી એવી બેઠક વ્યવસ્થા કરવામાં આવશે. કથાની બેઠક વ્યવસ્થાના ધાર્મિક પરિસરને વધુ રસમય બનાવવા વિવિધ ધાર્મિક ખંડોને દશરથ ખંડ, રામ ખંડ, હનુમાન ખંડ, સીતા ખંડ, ભરત ખંડ, લક્ષ્મણ ખંડ, ઉર્મિલા ખંડ, અયોધ્યા ખંડ, કૈકૈયી ખંડ, અહલ્યા ખંડ, શબરી ખંડ વગેરે જેવા નામ આપી વિભાજીત કરવામાં આવેલ છે તેમ જ કથા શ્રાવકોને કોઈ પણ જાતની અગવડતા ન પડે તે રીતે કથા મંડપમાં પ્રવેશવા માટેના અલગ અલગ પ્રવેશ દ્વાર બનાવવામાં આવશે.
વૃક્ષો અને વડીલો બંને છાયા આપે છે. પરિવારમાં જયારે વડીલ હોય ત્યારે માથા પર તેમની છત્રછાયા હોય તેવો અનુભવ થાય છે અને વૃક્ષો પણ છાયા આપે છે. વૃક્ષો ફળ પણ આપે છે અને વૃદ્ધો પણ આશીર્વાદ રૂપે ફળ આપે છે. આ કથાનું આયોજન વૃક્ષો અને વડીલોની સેવા કરતી સંસ્થા સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે કરવામાં આવ્યું છે.
વિશ્વ હિંદુ પરિષદ એ હિંદુ સમાજની એકતા, સુરક્ષા અને સંગઠન માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આલોક કુમારજીના નેતૃત્વમાં, વિશ્વ હિંદુ પરિષદ એ વૈશ્વિક સ્તરે હિંદુ ધર્મ અને સંસ્કૃતિના મૂલ્યોને પ્રોત્સાહન આપે છે. સંસ્કાર, સંસ્કૃતિ અને સેવાનાં સિંચન સમા આ રામકથા આયોજનમાં વિશ્વ હિંદુ પરિષદનાં આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારજી હાજરી આપવાના છે.
સદભાવના વૃદ્ધાશ્રમ નાં લાભાર્થે તા.23 નવેમ્બર–2024 થી તા. 01 ડીસેમ્બર-2024 સુધી રેસકોર્સ ગ્રાઉન્ડ,રાજકોટ ખાતે વૈશ્વિક રામકથા યોજાનાર છે. વૈશ્વિક રામકથાની વિશેષ વિગતો માટે મો.9664851738 પર સંપર્ક કરવા સદભાવના વૃદ્ધાશ્રમની યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.