વિરપુર તાલુકામાં સીંચાઈ વિભાગની બેદરકારીના પગલે ખેતરો બેટમા ફેરવાયા…
વિરપુર તાલુકામાં સીંચાઈ વિભાગની બેદરકારીના પગલે ખેતરો બેટમા ફેરવાયા...
વિરપુર તાલુકાના ઘડીયાના ટીંબા ગામે કેનાલની જાળવણીના અભાવે ખેતરો બેટમા ફેરવાયા...
ચોમાસું,શિયાળુ પાક નિષ્ફળ જવાની ભીતી...
મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકામાં વરસાદે ભારે તબાહી સર્જી છે દસ દિવસ બાદ પણ હજુ સુધી ખેતરોમાં પાંચથી છ ફૂટ જેટલું પાણી ભરાયેલું છે તેમ છતા તંત્ર પણ લોકો સુધી ન પહોંચતા લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે તો બીજી તરફ ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતોને ચોમાસુ તેમજ શિયાળુ સીઝન નિષ્ફળ જવાની સંભાવના સેવાઈ રહી છે, તાલુકાના કોયડમ ગ્રામ પંચાયત આવેલા ઘડીયાના ટીંબા ગામના કેટલાક ખેતરો બેટમા ફેરવાયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે વરસાદે વિરામ લીધો બાદ પણ ખેતરોમાં ધૂટણ સમા પાણી ભરાતાં ખેડૂતોમા તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો છે કોયડમ ડેમ સીઝનમા પહેલીવાર ઓવરફ્લો થયો છે જેના પાણી નાની સીંચાઈ અંતર્ગત માઈનોર કેનાલ મારફતે પસાર થતા હોય છે પણ માઈનોર કેનાલની જાણવણી અને સફાઈના અભાવે વરસાદી પાણી તેમજ કેનાલનુ પાણી કેનાલના બદલે ખેતરોમાં ફળી વળતા ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે આ વિસ્તારના 50% જેટલા ખેતરોમાં હજુ પાંચથી સાત ફૂટ જેટલું પાણી ભરાયેલું છે ખેડૂતોએ કરેલ ચોમાસું પાક નિષ્ફળ ગયો અને હવે આગામી સિઝનમાં પણ કોઈ જ વાવેતર કરી શકે તેવી સ્થિતિ નથી ત્યારે સરકાર સર્વે કરાવી ખેડૂતોને સહાય ચૂકવે તેવી માંગ કરી રહ્યા છે..
રીપોટર ભૌમિક પટેલ બાલાસિનોર મહિસાગર
9714056889
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.