સુદામડા CRC કક્ષાનો કલા મહોત્સવનું આયોજન મોડેલ ડે સ્કૂલ વાંટાવચ્છ ખાતે કરવામાં આવેલ હતું. - At This Time

સુદામડા CRC કક્ષાનો કલા મહોત્સવનું આયોજન મોડેલ ડે સ્કૂલ વાંટાવચ્છ ખાતે કરવામાં આવેલ હતું.


GCERT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સુરેદ્રનગર દ્વારા આયોજિત CRC કક્ષાનો કલા મહોત્સવનું આયોજન મોડેલ ડે સ્કૂલ વાંટાવચ્છ ખાતે કરવામાં આવેલ હતું. જેમાં, કલા મહોત્સવની થીમ *"ગરવી ગુજરાત" આધારિત ચિત્ર સ્પર્ધા,બાળ કવિ સ્પર્ધા અને સંગીત ગાયન અને સંગીત વાદન સ્પર્ધા સમાવેશ થયેલ. જેમાં સાયલા તાલુકાના CRC સુદામડાને અંતર્ગત આવતી શાળા માંથી કુલ 32 વિધાર્થી ભાઈઓ અને બહેનો ભાગ લીધો. જેમાં સૌ વિધાર્થી મિત્રોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની કળાને ઉજાગર કરી હતી. ઉપરાંત CRC કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવતા વિધાર્થીઓને રોકડ રકમ ઇનામ રૂપે આપવામાં આવેલી હતી તેમજ સ્પર્ધામાં ભાગ લીધેલ સૌ વિધાર્થી મિત્રોને સમ્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે વિધાર્થીઓની કલાને પ્રદશિત કરવા "કલા મહોત્સવ"માં લઇને આવેલા તમામ શિક્ષકશ્રી અને નિર્ણાયકશ્રીનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો. તદુપરાંત કલા મહોત્સવનાં યજમાન મોડેલ ડે સ્કૂલ વાંટાવચ્છનાં આચાર્ય અને તમામ શિક્ષકગણને વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.