પ્રભાસ પાટણ ખાતે ક્યુ.ડી.સી.કક્ષાનો ગરવી ગુજરાત થીમ આધારિત કલા ઉત્સવ ઉજવાયો*
*પ્રભાસ પાટણ ખાતે ક્યુ.ડી.સી.કક્ષાનો ગરવી ગુજરાત થીમ આધારિત કલા ઉત્સવ ઉજવાયો*
સોમનાથ,તા-૧૧,સપ્ટેમ્બર: એમ.જે. સ્વામિનારાયણ હાઈસ્કૂલ- પ્રભાસ પાટણ ખાતે ક્યુ.ડી.સી.કક્ષાનો ગરવી ગુજરાત થીમ આધારિત કલા ઉત્સવ તા.૧૧/૦૯/૨૦૨૪ને બુધવારનો રોજ યોજાયેલ. જેમાં ક્યુ.ડી.સી. ની ૧૬ શાળામાંથી ૨૪ વિદ્યાર્થીઓએ બાળકવિ, સંગીત ગાયન, સંગીત વાદન અને ચિત્ર સ્પર્ધાઓમાં ભાગ લીધો. કાર્યક્રમની શરૂઆત એચ. કે. ગજેરા દ્વારા શાબ્દિક સ્વાગતથી કરવામાં આવેલ.
ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોમાં શા.સ્વા. ભક્તિપ્રકાશદાસજી, શ્રી ધર્મભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રનાં કો.ઓર્ડીનેટર નરેશભાઈ ગુંદરણીયા, ક્યુ.ડી.સી. કન્વીનર ડી.એમ.રામાણી, શાળાના નિર્ણાયકશ્રીઓ તથા માર્ગદર્શક શિક્ષકોની હાજરીમાં આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો.મંચસ્થ મહાનુભાવોની હાજરીમાં કુલ 4 સ્પર્ધાઓમાં 3 નિર્ણાયકોની નિમણુંક કરીને સ્પર્ધાઓની શરૂઆત કરવામાં આવી. કાર્યક્રમને અંતે તમામ વિભાગમાં કુલ 1 થી 3 નંબર આપવામાં આવ્યાં. કાર્યક્રમમાં ચા અને અલ્પાહારની વ્યવસ્થા રાખવામાં આવેલ. દરેક વિભાગમાંથી પ્રથમ નંબરે આવેલ વિદ્યાર્થી એસ.વી.એસ કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે. તેમજ આ સાથે વિજેતા સ્પર્ધકોને તથા શાળા કક્ષાએ પાંચમી સપ્ટેમ્બર સ્વયં શિક્ષક દિન ઉજવણીમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ આપી શા.સ્વા. ભક્તિપ્રકાશદાસજી અને સ્વા. ધર્મકિશોરદાસજી દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવેલ.સમગ્ર સ્ટાફે આ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જ જહેમત ઉઠાવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.