બોટાદ જિલ્લા ગઢડા પોલીસ એક દંપતી ના અકસ્માત થતા પોલીસ વાન મા બેસાડી હોસ્પિટલ પહોંચાડવા માટે મદદરૂપ બની, પોલીસ પ્રજાનો મિત્ર છે સુત્ર સાર્થક કરી બતાવ્યું
(રિપોર્ટ અસરફ જાંગડ દ્વારા)
બોટાદ શહેરમાં રહેતા રફિકભાઈ નામની શખ્સ પોતાની મોટરસાયકલ પર તેમના પત્ની સાથે તેમના કામમાટે
રામધરી ગામે ગયા હતા,સાંજના સમયે રામધરી થી બોટાદ આવવા માટે મોટરસાયકલ લઈને નિકળ્યા હતા. તેવામાં લીમડાથી ગઢાળી ગામ વચ્ચે મોટરસાયકલ પાછળ બેઠેલા રફિકભાઈના પત્ની નીચે પડી ગયાં હતા,જેથી તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમજ રાત્રીનો સમય હતો એટલે રસ્તો સુમસામ હતો તેઓ ચિંતા થવા લાગી હતા. તેવામાં ગઢડા, પોલીસ પેટોલીંગમા હતા પોલીસ ત્યાંથી પસાર થતાં તે દંપતીને જોઈ જતાં ઉભા રહ્યાં હતાં અને ઈજાગ્રસ્ત મહિલાને અને રફિકભાઈને પોલીસે પોલીસ વાનમાં બેસાડી| તાત્કાલિક સારવાર માટે ગઢડા હોસિ્પટલ પહોંચાડેલ અને| ત્યાંથી બોટાદ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેથી રફિકભાઈએ પોલીસનો ખુબજ આભાર માન્યો હતો. આમ| ગઢડા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે અને પોલીસનું સુત્ર પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્ર ગઢડા પોલીસે સાર્થક કરી બતાવ્યું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.