જેલમાં રહેલ તમારો પુત્ર પીધેલી હાલતમાં પકડાયો છે કહીં વૃધ્ધ સાથે રૂ.4 લાખની છેતરપીંડી
શહેરમાં વધું એક સીનીયર સીટીઝન સાથે ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપી ફ્રોડ આચરી રૂ.4 લાખ પડાવી લીધાં હતાં. જેલમાં રહેલ તમારો પુત્ર પીધેલી હાલતમાં પકડાયો છે કહીં વૃધ્ધ સાથે ફ્રોડ થતાં યુનિ. પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે રૈયાચોકડી પાસેના યોગીનગર શેરી નં 1માં રહેતા પ્રફુલભાઈ આણંદજીભાઈ કકકડ ઉ.વ.72 નામના વૃધ્ધને ભાવનગરના ગુજસીટોકના ગુનામાં પાંચ મહિનાથી રાજકોટ જેલમાં રહેલા તેના પુત્રને ગાંધીનગર સ્કવોર્ડે પીધેલ પકડયો છે તેમ કહી ક્રાઈમ બ્રાન્ચ તથા સેન્ટ્રલ જેલના કર્મચારીની ઓળખ આપી ગઠિયાઓએ રૂ.4 લાખ પડાવી લઈ છેતરપીંડી કરી હોવાની યુનિ.પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
વધુમાં ફરિયાદીએ પ્રફુલભાઈએ જણાવ્યું હતું કે, ગઈ તા.13/7 ના અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો અને કહ્યું કે, રાજકોટ સેન્ટ્રલ જેલમાં નોકરી કરૂ છું. તમારા પુત્રને ગાંધીનગર સ્કવોર્ડે જેલમાં પીધેલ હાલતમાં પકડી લીધેલ છે અને સેટીંગના પાંચ લાખ માંગે છે. જેથી આટલા રૂપિયા ન હોવાની વૃધ્ધે વાત કહેતા છેલ્લે રૂ.1 લાખ આપવા પડશે નહીંતર તમારા પુત્રને માર મારશે અને બન્નેને બીજા કેસમાં ફીટ કરી જેલ બદલી કરી નાખશે તેવી ધમકી આપી હતી.
જે બાદ વૃધ્ધે તેના મિત્રને કહી પૈસા ટ્રાન્ફર કર્યા હતા. ગત.તા.20/7 ના પોપટપરા સેન્ટ્રલ જેલની ઓળખ આપી બાકી રહેલા પૈસાની માંગણી કરી હતી. જેથી વૃધ્ધે ફરી તેના મિત્રને કહી પૈસા આપ્યા હતા. ગઇ તા.2/8ના જેલમાં રહેલા પુત્ર સાથે મુલાકાત કરેલ ત્યારે આ બાબતની વાત કરતાં તેની સાથે આવું કાંઈ જ નહીં થયાનું જણાવતાં વૃધ્ધાને તેમની સાથે ફ્રોડ થયાની હકીકત સામે આવી હતી. બાદમાં તેઓ યુનિ.પોલીસમાં તેઓની સાથે રૂ.4 લાખની છેતરપીંડી થયાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનોં નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.