મારી નાખવાની ધમકી આપી સાસુ, સસરા અને સાળાએ પાઈપ, છરી અને દસ્તા વડે જમાઈ પર જીવલેણ હુમલો કર્યો
માધાપર નજીક સીંધોઇનગરમાં મારી નાખવાની ધમકી આપી સાસુ, સસરા અને સાળાએ પાઈપ, છરી અને દસ્તા વડે જમાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો. અભય ત્રિવેદીની પત્ની માવતરે રહેતી હોય, પાંચ માસની દીકરીને રમાડવા ગયેલ હતો. જ્યાં બોલાચાલી બાદ મારામારી થઈ ગઈ હતી.બઇજાગ્રસ્તને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. ગાંધીગ્રામ પોલીસે સસરા, સાસુ અને સાળા સામે ગુનો દાખલ કર્યો છે.
ન્યૂઝ ચેનલમાં કેમેરામેન તરીકે કામ કરતા અભય રમેશચંન્દ્ર ત્રિવેદી (ઉ.વ.30, રહે.સ્વામીનારાયણ ચોક, અંબાજી કડવા પ્લોટ, પી.ડી.માલવીયા કોલેજ પાછળ)એ ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, હું મારા માતા સાથે રહું છું. મેં ચારેક વર્ષ પહેલા રાજકોટમાં માધાપર પાસે સીંધોઇનગરમાં રહેતા રાજેશભાઇ જોશીની પુત્રી પ્રિયંકા સાથે આર્ય સમાજમાં અરેન્જ મેરેજ કરેલ હતા. લગ્નજીવનથી અમારે સંતાનમાં એક દીકરી વેદીકા (ઉ.5 માસ) છે. છેલ્લા દસેક મહીનાથી મારી પત્ની પ્રિયંકા મારાથી અલગ તેના માવતરની ઘરે રહે છે. અને મારી દીકરી વેદીકા તેની સાથે રહે છે.
જેથી મારી વેદીકાને જોવી હોય કે રમાડવી હોય તો દર બુધવારે રાત્રીના 9 વાગ્યાથી 9.30 વાગ્યાની વચ્ચે મારા સસરાની ઘરે મારા સસરાની હાજરીમાં જવાનું. તેવું મારા સસરા રાજેશભાઈએ નક્કી કર્યું હતું.વધુમાં અભયએ જણાવ્યું કે, ગઇકાલ તા.11ના રાત્રીના સાડા-નવેક વાગ્યાની આસપાસ હું મારા સસરાની ઘરે જે માધાપર ગામ ઇશ્વરીયા મેઇન રોડ સીંધોઇનગર ચીત્રકુટ મકાન ખાતે રહે છે. ત્યાં મારી દીકરી વેદીકાને રમાડવા માટે ગયેલ હતો. ત્યાં સસરા રાજેશભાઈ, મારા સાસુ હેતલબેન, મારો સાળો શુભમ, મારી પત્ની બધા ઘરે હાજર હતા.
મારી પત્ની બીજા રૂમમાં હતી અને અમે બધા હોલમાં હતા. હું મારી દીકરી વેદીકાને રમાડતો હતો. ત્યારે મેં મારા સસરાને કહેલ કે, છેલ્લા પાંચ બુધવારથી તમે મારો ફોન કેમ ઉપાડતા નથી. જેથી મારા સસરા ઉશ્કારેય જઇ મને જેમ ફાવે તેમ બોલવા લાગેલ. બોલાચાલી થતા સાળા શુભમે મારી પાસેથી મારી દીકરીને લેવાના પ્રયત્ન કરેલ પરંતુ મે મારી દીકરીને આપેલ નહીં. સસરાએ ઘરમાં પડેલ છરી વડે મને માથાના ભાગે જેમ ફાવે તેમ ચાર-પાંચ ઘા મારી ગંભીર ઇજા કરેલ હતી.
મેં મારા સસરાને રોકી રાખેલ બાદમાં મારો સાળો લોખંડનો પાઇપ લઇ આવેલ અને મને માથાના ભાગે તથા બન્ને હાથમાં તથા બન્ને પગના ગોઠણના ભાગે માર-મારેલ અને મુંઢ ઇજા કરેલ અને મારા સસરા તથા મારો સાળો બન્ને જણ મને મારી નાખવાની ધમકી આપવા લાગેલ હતા. દરમિયાન સાસુએ મને મસાલા ખાંડવાના દસ્તા વડે માર મારી મુંઢ ઇજા કરેલ હતી.
હું ગમે તેમ કરી ત્યાંથી ભાગી જઈ મારા બાઈક પર બેસી માધાપર ચોકડી ખાતે આવેલ અને મેં સૌ પ્રથમ મારા મિત્ર ઋષિ દવેને ફોન કરી ઉપરોક્ત બનાવની જાણ કરી માધાપર ચોકડી ખાતે બોલાવેલ. બાદમાં મેં મારા બનેવી મહેશ ભગવાનજીભાઈ જોષીને ફોન કરી માધાપર ચોકડી ખાતે બોલાવેલ બાદમા મારો મિત્ર આવી જતા માધાપર ચોકડી ખાતે આવેલ અને મને રિક્ષા દ્વારા સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જ્યાં મારી સારવાર થઈ હતી.
હાલ ગાંધીગ્રામ પોલીસે ગુનો દાખલ કર્યો છે અને ત્રણેય આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. અભય હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.