રાજકોટ જેલમાં મોબાઈલ અને તમાકુ ભરેલ ત્રણ દડા ફેંકાયા: તંત્ર દોડયું - At This Time

રાજકોટ જેલમાં મોબાઈલ અને તમાકુ ભરેલ ત્રણ દડા ફેંકાયા: તંત્ર દોડયું


રાજ્યભરની જેલમાંથી સમયાંતરે તમાકુ, મોબાઈલ સહિતની પ્રતિબંધિત વસ્તુઓ મળતી રહે છે. ત્યારે રાજકોટ જેલમાં પણ એક્ટીવામાં આવેલ અજાણ્યાં શખ્સે મોબાઈલ અને તમાકુ ભરેલ ત્રણ દડા ફેંકતા જેલ પ્રશાસન દોડતું થયું હતું અને પ્ર. નગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે રાજકોટ મધ્યસ્થ જેલમાં ઇન્ચાર્જ જેલર ગ્રૂપ-2 તરીકે ફરજ બજાવતાં અશોકસિંહ રાઠોડે નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, ગઇ તા.10 ના તેઓ ફરજ પર હતાં ત્યારે સાંજના ચારેક વાગ્યાની આસપાસ જેલરના સુબેદાર ધર્મેશભાઈ ડાભીએ રીપોર્ટ આપેલ કે, નવી જેલ-2 યાર્ડ નં.3 ના ફાટક આગળ તથા યાર્ડ નં-33ના ફાટકની અંદર કોઇ અજાણ્યા શખ્સો દ્રારા રૂખડીયાપરા અને માઉન્ટેન પોલીસ લાઈન તરફના જાહેર રસ્તા પરથી જેલની અંદર ચીજ-વસ્તુઓનો ઘા કરેલ છે. જેથી બનાવની હકીકત જાણવા જેલના કંટ્રોલરૂમના સી.સી.ટી.વી. ચકાસતા ગઈ તા.10 ના બપોરના સમયે એક કાળા કલરની એકટીવા લઇ આવેલ હોય અને તેને જેલના બહારના ટાવર નં-02 ના રોડ તથા જેલ રસોડાના યાર્ડના પાછળના ભાગેથી જેલની અંદર કોઈક વસ્તુનો ઘા કરેલ હોવાનુ જણાય આવેલ હતું.
બાદમાં સ્ટાફ દ્વારા સ્થળ ચકાસણી કરતા સેલોટેપથી વીંટાળેલ દડા સ્વરૂપના કુલ નંગ-03 દડા મળી આવેલ મળી આવેલ હતાં. જે ખોલતાં તેમાંથી જેલમાં પ્રતિબંધિત તમાકુ પડીકી નં-35 અને આઇટેલ કંપનીનો લાલ કલરનો બેટરી, સીમકાર્ડ વગરનો સાદો મોબાઇલ ફોન મળી આવેલ હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી પ્ર.નગર પોલીસે ગુનો નોંધી અજાણ્યાં શખ્સની શોધખોળ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.