નવસર્જન હાઈસ્કુલ મધવાસ ખાતે pocso એક્ટ અંતર્ગત જાગૃતિ સેમિનાર યોજાયો
મહીસાગર જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી અને બાળ સુરક્ષા એકમ તથા જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી મહીસાગરના સંયુક્ત ઉપક્રમે મિશન વાત્સલ્ય અને બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત આજ રોજ POCSO Act, ગુડ ટચ બેડ ટચ તથા સાયબર સેફટી અન્વયે જાગૃત્તિ સેમીનારનું આયોજન સીનીયર સિવિલ જજ અને સેક્રેટરી જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ મહીસાગરના અધ્યક્ષસ્થાને નવસર્જન હાઈસ્કુલ મધવાસ ખાતે યોજાયો.આ સેમીનારમાં લુણાવાડા તથા ખાનપુર તાલુકાની માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રી અને શાળા દીઠ એક મહિલા શિક્ષિકાઓએ સેમીનારમાં ભાગ લીધેલ હતો. જેમાં શ્રી એમ.જી બિહોલા સીનીયર સિવિલ જજ અને સેક્રેટરી જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ મહીસાગર દ્વારા POCSO Act અને જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સેમિનારમાં જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું અને મહિલા અને બાળ અધિકારીશ્રી દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલા કલ્યાણ અને સુરક્ષાને લગતી યોજનાઓ, સમાજ સુરક્ષા આધિકારી દ્વારા બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ અને સમાજ સુરક્ષાને લગતી યોજનાઓ, બાળ સુરક્ષા અધિકારી દ્વારા બાળકોના અધિકારો અને સામાજિક કાર્યકર સોનલબેન પંડ્યા દ્વારા ગુડ ટચ બેડ ટચ, સાયબર સેફટી અને સોશિયલ મીડિયા અવેરનેશ બાબતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીંસાગર
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.