જુનાગઢ જિલ્લાના માંગરોળમાં પારેખ પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન
👁 ચક્ષુદાન-મહાદાન👁
માંગરોળમાં તા. 06/09/2024 ને શનિવાર,પર્યુષણ પર્વએ અરિહંત શરણ જગદિશચંદ્ર દેવિદાસ પારેખ(ઉ.વ.૮૦)નું દુઃખદ અવસાન થયેલ છે.
જેઓ એડવોકેટ શ્રી લક્ષ્મીકાંતભાઈ દેવીદાસ પારેખ,એડવોકેટ જયેન્દ્રભાઈ,એડવોકેટ રમેશચંદ્ર,તેમજ જશુમતિબેન માંડવીયાનાં નાના ભાઈ થાય છે.
આ દુઃખદ સમયે તેમના પરિવાર દ્વારા અ.શ.જગદિશચંદ્રના ચક્ષુનું દાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આથી માંગરોળમાં થતી વિવિધ સેવાકિય પ્રવૃતિ સાથે સંકળાયેલ તેમજ શિવમ્ ચક્ષુદાન આરેણા સાથે હંમેશા સહકાર આપનાર પંકજભાઈ રાજપરાએ શિવમ ચક્ષુદાન આરેણાના સંચાલકશ્રીને જાણ કરતા, લોએજ ગામના રાજેશભાઈ સોલંકીએ મૃતકના બન્ને ચક્ષુ લઈ મુનિ સંત બાલાજી આઈ બેંક અને હોસ્પિટલ વેરાવળ,જિ.ગીર સોમનાથને પાર્થભાઈ વાળા દ્વારા પહોંચાડવામાં આવ્યાં હતાં.
આજના આ ચક્ષુદાનનો સ્વિકાર સચિનભાઈ જોટવા દ્વારા કરવામાં આવ્યો હતો.આ ચક્ષુદાન સમયે તેમના નજીકના સગા સબંધી પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.
હાલ પણ નેત્ર દાન અભિયાન અંતર્ગત જાગૃત આ સેવા કાર્ય મા આવે એ હેતુથી દર વર્ષે ની જેમ નેત્ર દાન પખવાડિયું ઉજવાય રહ્યું છે જે તા.૨૫/૮/ થી ૮/૯/૨૪ સુધી હોય છે.તેમજ મહાપર્વ પર્યુષણ અને નેત્રદાન પખવાડિયામાં મહાદાન એવું અ.શ.જગદિશચંદ્રનું ચક્ષુદાન થયું છે.
પારેખ પરિવારે ચક્ષુદાનનો આ પ્રેરણાદાયી નિર્ણય લઈને બે દ્રષ્ટિહીન બાંધવોને દ્રષ્ટિ આપવાનું પુણ્યનું કાર્ય કરીને સમાજને નવો રાહ ચિંધેલ છે તેમના આ વિચારને શિવમ્ ચક્ષુદાન-આરેણા બિરદાવે છે અને અ.શ.જગદિશચંદ્રને શ્રધ્ધાંજલી અર્પે છે.
આ પરિવાર દ્વારા થયેલ આ ચક્ષુદાને આપણા પૂરાણોમાં થયેલા દાન ધર્મના મહિમાને ખરા અર્થમાં સાર્થક કર્યો છે.
પારેખ પરિવાર દ્વારા થયેલ આ મહાદાનને શિવમ્ ચક્ષુદાન ગૃપ-આરેણા,માંગરોળ જાયન્ટ્સ ગૃપ,વંદેમાતરમ્ ગૃપ-માંગરોળ,સ્વ.લક્ષ્મણભાઈ એ.નંદાણિયા વિવિધલક્ષી સેવાકીય ટ્રસ્ટ-માંગરોળ,સંજીવની નેચર ફાઉન્ડેશન-માંગરોળ,શ્રી ડુગરગુરુ સ્થાનક વાસી જૈન યુવક મંડળ જુનાગઢ,ગીરનારી બ્લડ ગૃપ-જુનાગઢ,ભારત વિકાસ પરિષદ,માંગરોળ તાલુકાના પત્રકારમિત્રો,માંગરોળ ડોક્ટર એસોસિએશન, ઈન્ડિયન વુમન રાઈટ્સ એસોસિયેશન-માંગરોળ તેમજ પ્રભાતફેરી ધૂન મંડળ દ્વારા બિરદાવવામાં આવે છે.અને આપના પરિવાર પર આવી પડેલ મુશ્કેલીને સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ. તેમજ અ.શ.જગદિશચંદ્રના આત્માને અરિહંત શરણમાં સ્થાન મળે તે પ્રાર્થના સહ શ્રધ્ધાંજલી....
મિત્રો આ તકે આપને જણાવી એ છીએ કે આપણા વિસ્તાર મા કોર્નિયા થી અંધ લોકો આપના ધ્યાનમાં હોય તો એમના ઓપરેશન પહેલા ની તપાસ કરી ને ઓપરેશન માટે ફીટ હોવી જોઈએ. મતલબ આ આંખ ના કોર્નિયાનું પ્રત્યારોપણ ત્યારે જ શક્ય બને છે કે એમના સ્નાયુ બિલકુલ સ્વસ્થ હોય, પડદો આંખનો ડેમેજ ન થયો હોય, આંખનું પ્રેશર નોર્મલ હોવું જરૂરી છે સાથે સાથે બી.પી., ડાયાબિટીસ વગેરે પણ જોવાતું હોય છે. આમ જે લોકો ને કોર્નિયા થી અંધ વ્યક્તિ હોય એમને ભારત કોર્નિયા અંધત્વ મુક્ત અભિયાન અંતર્ગત નેત્ર પ્રત્યારોપણ શક્ય હોય છે.આવી વ્યક્તિ ની જાણ કરવા વિનંતી છે જેથી એમને આપણે દ્ષ્ટિ ફરી થી અપાવી શકીએ છીએ.
રિપોર્ટર સુદીપ ગઢીયા 9909622115
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.