સિમલામાં મસ્જિદનું ગેરકાયદે બાંધકામ હટાવવાની માગ સાથે પ્રદર્શન:હિન્દુ સંગઠનોનો વિરોધ, પોલીસે લાઠીચાર્જ કર્યો, વોટર કેનનનો મારો કર્યો; પથ્થરમારામાં પોલીસકર્મી ઘાયલ
હિમાચલ પ્રદેશની રાજધાની સિમલામાં હિન્દુ સંગઠન દેવભૂમિએ બુધવારે મસ્જિદના ગેરકાયદે બાંધકામને તોડી પાડવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું છે. સિમલાના સંજૌલીમાં આવેલ આ મસ્જિદનો માર્ગ ઢલી ટનલમાંથી પસાર થાય છે. સંગઠન સવારથી જ અહીં વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. પ્રદરેશનકારીઓએ રસ્તા પર હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા. આ પછી તેઓએ પોલીસ બેરીકેટ્સ તોડી નાખ્યા. તેમને રોકવા માટે પોલીસે બે વખત લાઠીચાર્જ કર્યો અને વોટર કેનનનો મારો ચલાવ્યો હતો. પથ્થરમારામાં એક પ્રદર્શનકારી અને એક પોલીસકર્મી ઘાયલ થયા છે. સંજૌલી મસ્જિદ 1947 પહેલા બનાવવામાં આવી હતી. 2010માં તેના કાયમી ઈમારતનું બાંધકામ શરૂ થયું ત્યારે ગેરકાયદે બાંધકામ અંગે મહાપાલિકાને ફરિયાદ કરવામાં આવી હતી. હવે આ મસ્જિદ 5 માળની છે. મહાનગરપાલિકાએ 35 વખત ગેરકાયદે બાંધકામો તોડી પાડવાના આદેશ આપ્યા છે. હાલનો વિવાદ 31 ઓગસ્ટના રોજ શરૂ થયો હતો, જ્યારે બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી. આ પછી હિન્દુ સંગઠનોએ 1 અને 5 સપ્ટેમ્બરે પ્રદર્શન કર્યું અને મસ્જિદના ગેરકાયદે બાંધકામને તોડી પાડવાની માંગ કરી હતી. ઘણા હિન્દુ નેતાઓની અટકાયત, સમગ્ર વિસ્તારમાં ડ્રોનથી દેખરેખ
સંજૌલીમાં પોલીસે હિન્દુ જાગરણ મંચના નેતા કમલ ગૌતમને કસ્ટડીમાં લીધા છે. હિન્દુ સંગઠનોનો દાવો છે કે તેમના એક ડઝન જેટલા નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. ઢલી ટનલ પાસે વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. સિમલામાં કલમ 163, પોલીસે ફ્લેગ માર્ચ કરી
ડીસી અનુપમ કશ્યપે સંજૌલીમાં કલમ 163 લાગુ કરી છે. આ અંતર્ગત સવારે 7 વાગ્યાથી 11:59 વાગ્યા સુધી 5 કે તેથી વધુ લોકોને એકઠા થવાની કે હથિયાર લઈ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સંજૌલીમાં શાંતિ જાળવવા માટે પોલીસે મંગળવારે રાત્રે ફ્લેગ માર્ચ પણ યોજી હતી. સરકારી અને ખાનગી કચેરીઓ, શાળાઓ, બજારો સંપૂર્ણ ખુલ્લી રહેશે. કોઈપણ વ્યક્તિને વિરોધ કરવાની મંજૂરી નથી. લાઉડ સ્પીકરના ઉપયોગ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 2010માં વિવાદ શરૂ થયો હતો
સંજૌલીમાં મસ્જિદ 1947 પહેલા બાંધવામાં આવી હતી. તે સમયે મસ્જિદનું કાચું મકાન હતું. 2010માં બિલ્ડીંગનું બાંધકામ શરૂ થયું હતું. 2010માં ગેરકાયદે બાંધકામની ફરિયાદ મહાનગરપાલિકા સુધી પહોંચી હતી. આ અંગેનો કેસ 2010થી કમિશનર કોર્ટમાં ચાલી રહ્યો છે. આ પછી 2024 સુધીમાં અહીં 5 માળનું નિર્માણ કરવામાં આવ્યું. મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં 35 વખત ગેરકાયદે બાંધકામ અટકાવવાના આદેશ આપ્યા છે. 2023માં કોર્પોરેશને મસ્જિદના શૌચાલયને તોડી પાડ્યું હતું. કોર્ટે સ્ટેટસ રિપોર્ટ રજુ કરવા કહ્યું
વ્યક્તિ પર હુમલાના વિરોધમાં હિન્દુ સંગઠનો ઉશ્કેરાયા હતા. તેઓએ 1 સપ્ટેમ્બરે સંજૌલી અને 5 સપ્ટેમ્બરે ચૌડા મેદાન ખાતે પ્રદર્શન કર્યું હતું. આ પછી, 7 સપ્ટેમ્બરના રોજ કમિશનર કોર્ટમાં 45મી વખત સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અહીં વક્ફ બોર્ડે માલિકીના દસ્તાવેજો કોર્ટમાં રજૂ કર્યા. કોર્ટે આ મામલાની સુનાવણી 5 ઓક્ટોબરે નક્કી કરી છે અને સંબંધિત જુનિયર એન્જિનિયર (JE)ને નવો સ્ટેટસ રિપોર્ટ રજુ કરવા કહ્યું છે. ઈમામે કહ્યું- જૂની મસ્જિદ 1947માં બની હતી
મસ્જિદના ઈમામ શહજાદે જણાવ્યું કે મસ્જિદ 1947 પહેલાની છે. અગાઉ મસ્જિદ કાચી હતી અને બે માળની હતી. લોકો મસ્જિદની બહાર નમાઝ અદા કરતા હતા જેના કારણે નમાઝ અદા કરવામાં મુશ્કેલી પડતી હતી. આ જોઈને લોકોએ દાન એકત્રિત કર્યું અને મસ્જિદનું નિર્માણ શરૂ કર્યું. આ જમીન વકફ બોર્ડની હતી. મસ્જિદના બીજા માળ અંગેનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. વક્ફ બોર્ડ આ લડાઈ લડી રહ્યું છે. કાયદો જે પણ નિર્ણય લેશે તે દરેકને સ્વીકાર્ય રહેશે. CMએ કહ્યું- કાયદો હાથમાં લેવાની કોઈને મંજૂરી નથી
હિમાચલના મુખ્યમંત્રી સુખવિંદર સુખુએ કહ્યું, 'પ્રશાસન બધું જોઈ રહ્યું છે. શાંતિપૂર્ણ પ્રદર્શન પર કોઈ પ્રતિબંધ નથી. અમે બધા સમુદાયનું સન્માન કરીએ છીએ. કોઈને પણ કાયદો હાથમાં લેવાની મંજુરી નથી. રાજકીય રંગ આપવો યોગ્ય નથી. ગૃહમાં એક સમિતિની રચના કરવામાં આવી છે. મસ્જિદમાં કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આંદોલનકારીઓએ 2 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું
ગુરુવાર, 5 સપ્ટેમ્બરના રોજ, વિવિધ સંગઠનો સાથે સ્થાનિક લોકો પણ રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમની માંગણી હતી કે મસ્જિદનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવે. આ માટે આંદોલનકારીઓએ 2 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું. પંચાયતી રાજ મંત્રી અનિરુદ્ધ સિંહ પણ વિરોધ સ્થળ પર ગયા હતા. એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ હિમાચલમાં કોંગ્રેસ સરકારમાં એક્સ મિનિસ્ટર અનિરુદ્ધ સિંહ પર લખ્યું હતું કે તેઓ ભાજપની ભાષા બોલી રહ્યા છે. એક વ્યક્તિ સાથે મારપીટ બાદ વિવાદ વધ્યો
કેટલાક લોકોએ આરોપ લગાવ્યો હતો કે 31 ઓગસ્ટની સાંજે સંજૌલીમાં મસ્જિદ પાસે એક ખાસ સમુદાયના લોકોએ સ્થાનિક વ્યક્તિને માર માર્યો હતો. ફરિયાદ બાદ પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી હતી. મારપીટ બાદ આ મામલો વધુ જોર પકડવા લાગ્યો હતો. હવે હિન્દુ સંગઠનો અને ઘણા સ્થાનિક લોકો આ મસ્જિદને તોડી પાડવાની તેમની માંગ પર મક્કમ છે. મંત્રીએ વિધાનસભામાં કહ્યું- રોહિંગ્યાઓ અહીં આવ્યા નથી
મંત્રી અનિરુદ્ધ સિંહે વિધાનસભા સત્રમાં કહ્યું હતું - સંજૌલીમાં મસ્જિદને કારણે લોકોમાં રોષ છે. અહીં દરરોજ ચોક્કસ સમુદાયના નવા લોકો આવી રહ્યા છે. શું આ રોહિંગ્યા મુસ્લિમ છે? તે કેટલાક લોકોને ઓળખે છે જેઓ બાંગ્લાદેશી છે. તેમણે કહ્યું કે, જો સ્થાનિક લોકો ગેરકાયદે માળખું બનાવે છે, તો તેને તોડી પાડવામાં આવે છે અને સંજૌલીમાં મંજૂરી વિના બહુમાળી મસ્જિદ બનાવવામાં આવી હતી, પરંતુ તેને તોડી પાડવામાં આવી નથી. તેનું નિર્માણ થયું ત્યારે વહીવટીતંત્ર ક્યાં હતું? 6057 ચોરસ ફૂટ ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું. તેનો વીજળી અને પાણીનો પુરવઠો કેમ બંધ ન કરાયો? તેમણે કહ્યું કે, બજારમાં મહિલાઓ માટે ચાલવું મુશ્કેલ બની ગયું છે. ચોરીઓ, લવ જેહાદ, ગુનાઓ થઈ રહ્યા છે. તેમણે આ અંગે તપાસની માંગણી કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.