પ્રેમિકાને ઘરમાં બેસાડવા પત્નીને ઢોર મારમારી પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મૂકી - At This Time

પ્રેમિકાને ઘરમાં બેસાડવા પત્નીને ઢોર મારમારી પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મૂકી


યોગેશ્વર પાર્કમાં રહેતાં શખ્સે પ્રેમિકાને ઘરમાં બેસાડવા પત્નીને ઢોર મારમારી પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મૂકી હતી. જે મામલે યોગેશ્વર પાર્કમાં રહેતાં અજિત ભોજક, કિડવાઈનગરની સલમા અને નણંદ ઈલા ધાંધલ સામે પરિણીતાએ ફરીયાદ નોંધાવી હતી.
બનાવ અંગે સાધુવાસવાણી રોડ ગંગોત્રી ડેરી વાળી શેરી યોગેશ્વર પાર્ક 01 માં રહેતાં નયનાબા અજીતભાઈ ભીમભાઈ ભોજક (ઉં.વ.33) એ તેના પતિ અજિત ભીમ ભોજક, સલમાબેન દેવેન્દ્ર કેર (રહે. કિડવાઈ નગર) અને ઈલા જયેશ ધાંધલ (રહે.નોક આઉટ ગેમઝોનની સામે) વિરુદ્ધ મારમારી સહિતની કલમ હેઠળ ફરીયાદ નોંધાવી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તે તેમના પતિ અને આઠ વર્ષના પુત્ર સાથે રહે છે. તેમના સાસુ-સસરા વિરનગરમાં રહે છે. તેણીના માતાપિતા જસદણ રહે છે. તેમના લગ્ન 11 વર્ષ પહેલાં થયેલ અને ત્રણેક વર્ષ પહેલાં તેમના પતિનો પગ ભાંગી જતાં ઓપરેશન આવેલ હોય જેથી તેને ચાર મહિના ખાટલો રહેલ હતો. જે દરમિયાન તેના ઘરે સલમા કેર દરરોજ સવારના સાત વાગ્યાથી સાંજે પાંચ વાગ્ય સુધી આવતી હતી. જેથી તેમના ઉપર શંકા જતા પતિને પૂછેલું તો તેમણે મારપીટ કરી શારીરિક માનસિક ત્રાસ દેવાનું શરૂ કરેલ હતું.
ત્યારબાદ તેને સલમ કેર સાથે સંબંધ ઓછો રાખવાનું કહેતા કહેલ કે, તે મારી ઘરવાળી છે તારાથી થાય એ કરી લે અને ત્યારબાદ તેમને સમજાવેલા પરંતુ માનેલા નહીં અને વધુ ઝઘડો કરવા લાગેલ અને શારીરિક માનસિક ત્રાસ આપી ગાળો દેવા લાગેલ હતાં. પંદર દિવસ બાદ તેણીને પતિ અને નણંદ ઇલાબેન ધાંધલ બંનેએ મળીને માર મારેલો અને ઘરમાંથી કાઢી મૂકેલી અને ત્યારે સાત મહિના પિયર રહેલી અને સાતેક મહિના બાદ તેના પતિનો ફોન આવેલો અને નણંદના દીકરાની સગાઈ હોય સમાધાન કરી તેડી ગયેલા હતાં.
ત્યારબાદ ત્રણેય જણા ગાળો દઇ શારીરિક માનસિક ત્રાસ આપતા અને આ સલમા તેમને ઘરમાંથી કાઢી મૂકવા માટે પતિને ચડાવતી જેથી તેનો પતિ ઝઘડો કરી માનસિક શારીરિક ત્રાસ અવાર-નવાર આપતા હતા. ગઈ તા.06/09/24 ના તેમના નણંદ ઇલાબેન આવેલા અને પતિને ચડાવી ઝઘડો કરાવેલ અને પતિએ ઢીકા-પાટુનો માર મારી ઘરમાંથી કાઢી મુકેલ અને ત્યારબાદ તે પિતાના ઘરે જતી રહેલી હતી. શરીરે દુખાવો થતાં હોસ્પિટલમાં દાખલ થયેલી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી યુનિ. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.