વિરપુરના મહેમુદપુરાને જોડતું નાળુ ભારે વરસાદથી ધોવાતા હાલાકી.... - At This Time

વિરપુરના મહેમુદપુરાને જોડતું નાળુ ભારે વરસાદથી ધોવાતા હાલાકી….


૨૦૦ ઘરની વસ્તી ધરાવતુ મહેમુદપુરા વિસ્તારના નાળા પર લાવેરી નદીના પાણી ફરી વળતાં નાળુ ધોવાયુ...

નાળુ ધોવાતા સંપૂર્ણ પણે અવર જવર બંધ થઈ...

દર ચોમાસામાં નાળા પર ઘુટણ સુધી પાણી આવી જતા હાલાકી...

મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લીધે વિરપુરની લાવેરી નદી બે કાંઠે વહેતી થઈ હતી જેના પગલે દરગાહ જવાના માર્ગ પરનુ ડીપનાળુ ધોવાતાં ૨૦૦ ઘરની વસ્તી ધરાવતુ મહેમુદપુરા વિસતારની અવર જવર બંધ થઈ છે જેના લીધે સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તાલુકામાં છેલ્લા ચાર દિવસ દરમિયાન સામાન્ય વરસાદી ઝાપટા નોંધાઈ રહ્યા છે જેના લીધે પ્રજાજનોએ રાહતનો શ્વાસ લીધો છે તો બીજી તરફ વિરપુર તાલુકાની સરહદે આવેલા અરવલ્લી જીલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે જેના લીધે વિરપુર તાલુકાના નદી નાળા ફરીથી છલોછલ થયાં છે ત્યારે વિરપુરમાંથી પસાર થતી લાવેરી નદી બે કાંઠે વહેતી થઈ છે જેના પગલે વિરપુરમાં આવેલા મેહમુદપુરા અને દરગાહ પાસે જવાનો માર્ગ પર બનાવેલ નાળુ ધોવાતાં માર્ગ સંપૂર્ણ બંધ થયો છે આ માર્ગ વિરપુર તરફથી મહેમુદપુરા તરફ જવું હોય તો આ માર્ગ સરળ અને ૩૦૦ મીટરના અવરજવરમાં હતો હવે આ દરગાહનુ ડિપનાળું ધોવાતા મહેમુદપુરા તરફ જવું હોય તો ડેભારી તરફના માર્ગ પરથી એક કિલોમીટર વધારાનું કાપી જવું પડે છે આમ આ ડીપનાળુ ધોવાઈ જતા અવરજવર કરતાં લોકો પરેશાની અને હાલાકી ભોગવી રહ્યા છે જેથી લાવેરી નદી ઉપર બનાવવામાં આવેલ ડીપનાળુ વ્યવસ્થિત અને સુચારુ રીતે બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.