લાકડિયા ગામ ની આંગણવાડી કેન્દ્ર માં પોષણ માસ ની ઉજવણી તેમજ T3 કૅમ્પ નું આયોજન કરવા માં આવ્યું - At This Time

લાકડિયા ગામ ની આંગણવાડી કેન્દ્ર માં પોષણ માસ ની ઉજવણી તેમજ T3 કૅમ્પ નું આયોજન કરવા માં આવ્યું


આજ રોજ ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો. નારાયણ સિંગ સર તેમજ ભચાઉ સી.ડી.પી.ઓ રખમાબેન ચૌધરી ના માર્ગદર્શન હેઠળ આર.કે.એસ.કે પ્રોગ્રામ અંતર્ગત એડ઼ોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે તેમજ T3 કૅમ્પ નું આયોજન ભચાઉ ના લાકડિયા ગામ ના વિસ્તાર ની આંગણવાડી કેન્દ્રમાં કરવા માં આવ્યું. આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના તેમજ દીપ પ્રાગટ્ય લાકડિયા ગામના સરપંચ શ્રી સુલેમાન ઘઘડા દ્વારા કરવામાં આવ્યું હતું
જેમાં જુના કટારીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હેલ્થસુપરવાઈઝર વિપુલભાઈ વાઘેલા, અને મંજુબેન ગરવા આંગણવાડી સુપરવાઈઝર ભૂમિ બેન આહીર એડ઼ોલેશન્ટ હેલ્થ કાઉન્સેલર કિરેન કુમાર પાતર, સી.એચ.ઓ. દિલીપભાઈ અવનીબેન અને ચાંદની બેન,એમ.પી.એચ.ડબલ્યુ. ચેતનભાઇ રાજુભાઈ, ફિમેલ હેલ્થ વર્કર અશ્વિનીબેન ,તરુણાબેન પટેલ, ખુશાલીબેન,આંગણવાડી વર્કર, આંગણવાડી હેલ્પર , આશાબેન તેમજ કિશોરી ઓ હાજર રહી હતી.
જેમાં કેવો ખોરાક ખાવો જોઈએ, ખોરાક ના છ ઘટકો વિષે તેમજ આઈ.એફ.એ ગોળી તેમજ પૂર્ણા શકિત પેકેટ વિષે વિસ્તૃત માં માહિતી આપી હતી.
જેમા વાનગી નિર્દર્શન કરવામા આવ્યુ હતુ.
જેમાં દરેક કિશોરી ના એચ.બી ચેક કરવા માં આવ્યું હતું. વજન,ઊંચાઈ તેમજ બી.એમ.આઈ પણ કરવામા આવ્યુ હતુ.
જે કિશોરી ના એચ.બી ઓછું હતું તેમનું કાઉન્સેલિંગ કરવા માં આવ્યું હતું.

અહેવાલ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ તાલુકા રિપોર્ટર
મો :9427392494


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.