કોડિનાર નગરપાલિકા દ્વારા શહેરની દિવાલો પર સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવતાં ચિત્રો દોરાયા - At This Time

કોડિનાર નગરપાલિકા દ્વારા શહેરની દિવાલો પર સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવતાં ચિત્રો દોરાયા


કોડિનાર નગરપાલિકા દ્વારા શહેરની દિવાલો પર સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવતાં ચિત્રો દોરાયા
-----------
પીવાના પાણીના સ્ત્રોત તેમજ સમ્પો, કૂવાઓમાં ક્લોરિનેશન કામગીરી થઈ
----------
ગીર સોમનાથ.તા.૧૦: કોડિનાર નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી વિનોદ રાઠોડના માર્ગદર્શન હેઠળ કોડિનાર શહેરી વિસ્તારના લોકોને પીવાનું પાણી શુદ્ધ મળે માટે ક્લોરિનેશન અને લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે તે માટે જાહેર સ્થળો, દિવાલો ઉપર સ્વરછતાનાં ચિત્રો દોરી જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

કોડિનાર નગરપાલિકા ચીફ ઓફિસરશ્રીના માર્ગદર્શનમાં શહેરનાં વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે પાણીના સમ્પો, કૂવાઓમાં કલોરીનેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમજ ‘સ્વચ્છ સર્વેક્ષણ’,’સ્વરછતા હી સેવા ૨૦૨૪’ અંતર્ગત કોડિનાર શહેરી વિસ્તારનાં તમામ વોર્ડમાં જાહેર સ્થળો, દિવાલો ઉપર સ્વરછતાનાં ચિત્રો, સૂત્રો દોરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

00 000 00 000


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.