રાણપુર પોલીસ મથકમાં 6 મહિલા સહિત 12 લોકો વિરૂધ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરીયાદ નોંધાઈ, પોલીસે તમામ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી - At This Time

રાણપુર પોલીસ મથકમાં 6 મહિલા સહિત 12 લોકો વિરૂધ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરીયાદ નોંધાઈ, પોલીસે તમામ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી


રાણપુર શહેરમાં 12 જેટલા લોકોએ જમીન પચાવી પાડી ગેરકાયદે કબજો જમાવ્યો હતો. જેથી જમીનના મૂળ માલીક જમીન પર ખેતીકામ માટે ગયેલ તે દરમિયાન ગેરકાયદે જમીન પર કબ્જો જમાવનાર લોકોએ જમીનના માલીકને બિભત્સ શબ્દો બોલીને મારી નાખવાની ધમકી આપતા, જમીનનાં માલીકે 6 મહિલાઓ સહિત 12 શખ્સો સામે ફરિયાદ નોંધાવતા રાણપુર પોલીસે તમામ વિરૂધ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.બનાવની જાણવા મળતી વિગતો અનુસાર બોટાદ જિલ્લાના રાણપુરના વતની અને હાલ મહારાષ્ટ્રના પુના રહેતા શૈલેશ દિનુભાઈ ત્રિવેદીએ રાણપુર પોલીસમાં જીવણ નરશીભાઈ મેઘાણી, તખુબેન લાલજીભાઈ મેઘાણી, પાર્વતીબેન લાલજીભાઈ મેઘાણી, પ્રભાબેન લાલજીભાઈ મેઘાણી, ગીતાબેન લાલજીભાઈ મેધાણી, ગીરીશ લાલજીભાઈ મેઘાણી, કલ્પેશ લાલજીભાઈ મેઘાણી, મગન જીવણભાઈ મેઘાણી, ધનજી જીવણભાઈ મેઘાણી, રાજેશ જીવણભાઈ મેઘાણી, હંસાબન જીવણભાઈ મેઘાણી, ચંદ્રીકાબેન જીવણભાઈ મેઘાણી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેથી રાણપુર પોલીસે તમામ 12 લોકો વિરૂધ્ધ જમીન પચાવી પાડવાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.