અજમેરમાં ટ્રેક પર પડેલા સિમેન્ટના બ્લોક મળ્યા:ફુલેરાથી અમદાવાદ જઈ રહેલની માલગાડી બ્લોક સાથે ટકરાઈ, ટ્રેનને પાટા પરથી ઉતારી દેવાનું ષડયંત્ર; દેશમાં 3 મહિનામાં 9મી ઘટના સામે આવી - At This Time

અજમેરમાં ટ્રેક પર પડેલા સિમેન્ટના બ્લોક મળ્યા:ફુલેરાથી અમદાવાદ જઈ રહેલની માલગાડી બ્લોક સાથે ટકરાઈ, ટ્રેનને પાટા પરથી ઉતારી દેવાનું ષડયંત્ર; દેશમાં 3 મહિનામાં 9મી ઘટના સામે આવી


​​​​​​રાજસ્થાનના અજમેરના લામાના ગામમાં રેલવે ટ્રેક પર બે જગ્યાએ મુકેલા સિમેન્ટના બ્લોક મળ્યા હતા. ફૂલેરાથી અમદાવાદ જઈ રહેલી માલગાડી તેની સાથે ટકરાઈ હતી. આ ઘટના રવિવારે રાત્રે લગભગ 10.30 વાગ્યે બની હતી. જો કે, સોમવારે મોડી રાત્રે તેની FIR નોંધવામાં આવી હતી. બીજી તરફ પોલીસે તપાસ માટે SITની રચના કરી છે. ઘટનાને ટ્રેનને પાટા પરથી ઉતારી દેવાનું ષડયંત્ર માનવામાં આવી રહ્યું છે. રાજ્યમાં 17 દિવસમાં આ ત્રીજી અને દેશમાં ત્રણ મહિનામાં નવમી ઘટના સામે આવી છે. એક બ્લોકનું વજન 70 કિલો હોવાનું કહેવાય છે. આ પહેલા 28 ઓગસ્ટે બારાંના છબરામાં પાટા પર બાઇકનો સ્ક્રેપ મુકવામાં આવ્યો હતો. એન્જિન બાઇકના સ્ક્રેપ સાથે અથડાયું હતું. તેમજ, 23 ઓગસ્ટના રોજ પાલીમાં અમદાવાદ-જોધપુર વંદે ભારત ટ્રેક પર મૂકવામાં આવેલા સિમેન્ટ બ્લોક સાથે ટકરાઈ હતી. બે જગ્યાએ બ્લોક મૂકવામાં આવ્યા હતા દેશના જુદા જુદા ભાગોમાં ટ્રેનને પાટા પરથી ઉતારી દેવાનું ષડયંત્ર
છેલ્લા કેટલાક મહિનામાં દેશના વિવિધ ભાગોમાં ટ્રેનને પાટા પરથી ઉતારી દેવાના ષડયંત્રની ઘટનાઓ સામે આવી રહી છે. છેલ્લા 24 દિવસમાં યુપીમાં ત્રણ વખત ટ્રેક બ્લોક કરીને ટ્રેનને પાટા પરથી ઉતારી દેવાનું ષડયંત્ર ઘડવામાં આવ્યું છે. 16 ઓગસ્ટના રોજ, સાબરમતી એક્સપ્રેસ કાનપુરના ગોવિંદરપુરીમાં ટ્રેક પર મૂકવામાં આવેલા પથ્થર સાથે અથડાઈ હતી. 24 ઓગસ્ટે ફર્રુખાબાદથી કાસગંજ જતી પેસેન્જર ટ્રેનના પાટા પર લાકડાનો મોટો ટુકડો મૂકવામાં આવ્યો હતો. સ્પીડ ઓછી હોવાને કારણે અકસ્માત થયો ન હતો. 8 સપ્ટેમ્બરે કાસગંજ ટ્રેક પર ગેસ સિલિન્ડર મુકવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.