હાઈવે પર રખડતા પશુઓને પોલીસે રેડિયમ લગાડવા છતાં પશુ માલિકોની બેદરકારી યથાવત
પોરબંદરના નેશનલ હાઈવે પર માલિકીના અને રઝડતા પશુઓને કારણે વાહન અકસ્માતનું પ્રમાણ ખુબ જ વધ્યું છે. અને તેને અટકાવવા માટે પોરબંદર હાઇવે ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર કિશોરભાઈ ચૌહાણ અને તેમની ટીમ સહિત ટ્રાફિક બ્રિગેડના જવાનો દ્વારા રાત્રીના સમયે રસ્તે રઝડતા પશુઓને રેડિયમ બેલ્ટ લગાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ આવી કામગીરી સમગ્ર જિલ્લાના નેશનલ હાઇવે પર બધી જ જગ્યાએ શક્ય નથી પશુના માલિકોએ પણ સમજવું જોઈએ કે તેમના માલિકીના પશુઓ અકસ્માત થાય તે રીતે રોડ પર છોડી દેવા જોઈએ નહી.પરંતુ તે અંગે પશુ માલિકો જાગૃત પણ નથી અને મુંગા જીવોને રોડ ઉપર છોડી મુકે છે જેના કારણે અકસ્માત સર્જાય છે જેમાં નિર્દોષ માનવીઓનો ભોગ તો લેવાઈ રહ્યો છે તેની સાથે અનેક પશુઓ પણ મૃત્યુ પામી રહ્યા છે ત્યારે આ બાબતે હવે પશુપાલકોમાં પણ જાગૃતિ લાવવી જરૂરી બની છે.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.