ઉદ્યોગનગરના રેલ્વે ફાટક પાસે દરગાહ આડે ખોદી નાખવામાં આવેલ કેનાલને લીધે ભારે હેરાનગતિ
પોરબંદરમાં નગરપાલિકાનું તંત્ર પ્રિમોન્સુનની કામગીરીમાં માનતું નથી અને જ્યારે આગ લાગે ત્યારે કુવો ખોદવાનો હોય એ રીતે ચોમાસામાં વરસાદી પાણીના નિકાલ માટેની લોકો હેરાન થાય તે પ્રકારની કામગીરી કરે છે.જેનું ઉદાહરણ ઉદ્યોગનગરના રેલ્વે ફાટક પાસે જોવા મળ્યું છે કે જ્યાં દરગાહની પાસે જ પાણીના નિકાલ માટે કેનાલ ખોદી નાખવામાં આવી છે અને ત્યારબાદ તે કેનાલ ઉપર પાઇપ મુક્યા નથી જેના કારણે દરગાહમાં અને પાછળ આવેલી સોસાયટીઓમાં રહેતા લોકોને અવર-જવરમાં ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને લાકડાના પાટીયા ઉપરથી જીવના જોખમે લોકો પસાર થતા જોવા મળે છે.પોરબંદર નગરપાલિકાનું તંત્ર પાણીના નિકાલ માટે જ્યાં ત્યાં ખોદકામ કરે છે,ત્યારબાદ તે જગ્યાનું તાત્કાલિક લઈને સમારકામ કરાવવાની કામગીરીમાં ઘોર બેદરકારી દાખવી રહ્યું છે જેના કારણે ઠેર ઠેર પોરબંદરવાસીઓ હેરાન થઈ રહ્યા છે. આ વિસ્તારના લોકોએ તે અંગેની રજુઆત કરી હતી અને વહેલીતકે યોગ્ય કરવા માંગ કરી હતી.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.