તલોદ તાલુકા ના હરસોલ મોડાસા રોડ પર કાર-ટેન્કર વચ્ચે અકસ્માત
*તલોદ તાલુકા ના હરસોલ મોડાસા રોડ પર કાર-ટેન્કર વચ્ચે અકસ્માત*
*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા*
હરસોલ મોડાસા રોડ ઉપર ડેગમાર તળાવ નજીક સોમવાર ના રોજ બપોરે અઢી વાગ્યાના સુમારે કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો પરંતુ સદનસીબે કોઈ પણ જાનહાનિ થઈ નથી. સ્વીફ્ટ કાર ઈડર તાલુકાના ભારતીય કિસાન સંઘ સમિતિના મંત્રી પંકજભાઈ પટેલના પરિવારના સ્મીત પ્રવિણભાઈ પટેલની છે. ડીઝલ ટેન્કર ધનસુરા તાલુકાના ભારત પેટ્રોલિયમ ના પંપ ની હતી.આ અકસ્માત સર્જાતાં તલોદ તાલુકાના ભારતીય કિસાન સંઘના પ્રમુખને જાણ થતાં સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને પોતાની ગાડીમાં દવાખાને લઈ જતા હતા. રસ્તામાં ૧૦૮ને જાણ કરતાં રસ્તામાં ૧૦૮ આવતાં તલોદ સીવીલ હોસ્પિટલમાં સારવાર આપી હતી. જોકે, વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં સારવાર આપી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.