ત્રણ પરગણાના કવિઓનો ‘સમાસ’ કવિતા દ્વારા સંવાદ કાર્યક્રમ કવિશ્રી બોટાદકર કૉલેજ ખાતે યોજાયો.
ત્રણ પરગણાના કવિઓનો 'સમાસ' કવિતા દ્વારા સંવાદ કાર્યક્રમ કવિશ્રી બોટાદકર કૉલેજ ખાતે યોજાયો.
બોટાદ બોટાદકર સાહિત્ય સભા- બોટાદ, કવિતાકક્ષ- ભાવનગર અને રમેશ પારેખ સાહિત્ય વર્તુળ- અમરેલીના કવિઓનો "સમાસ" કવિતા થકી સંવાદ કાર્યક્રમ બોટાદ કવિશ્રી બોટાદકર કૉલેજ ખાતે સંપન્ન થયો...
કવિશ્રી ફિરદૌસ દેખૈયા દ્વારા કર્ણપ્રિય અવાજમાં 'મીઠા મધુ ને મીઠા મેહુલા' ગીતથી બોટાદકરજીની વંદના કરી... દીપ પ્રાગટયથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી .બોટાદ -ભાવનગર અને અમરેલીના શ્રેષ્ઠ સાહિત્ય પ્રદાન થકી શિરમોર એવાં ૧૮ કવિગણ ઉપસ્થિત રહ્યા હતા.
દીપ પ્રાગટ્ય બાદ બોટાદકર સાહિત્ય સભાના પ્રમુખ શ્રી બાપુભાઈ ધાધલ દ્વારા શાબ્દિક સ્વાગત અને ત્યારબાદ પુષ્પમાળા અને પુસ્તકથી સૌનું અદકેરું સન્માન થયું અને ત્યાર બાદ કવિશ્રી હિમલ પંડ્યા અને કવિશ્રી સ્નેહી પરમાર દ્વારા પ્રાસંગિક પ્રવચન કરી સમાસ ના આયોજન પાછળની દીર્ઘ સંકલ્પના સમજાવી.
ત્યાર બાદ સૌને એક એકથી ચડિયાતી કવિતાઓનો રસથાળ પીરસાયો અને સમગ્ર હોલ તાળીઓના નાદ અને દાદથી ગુંજી ઉઠ્યો કવિશ્રી જયેશ ભટ્ટ કવિશ્રી સ્નેહી પરમાર કવિશ્રી જિત ચુડાસમા કવિશ્રી હરજીવન દાફડા કવિશ્રી હાર્દિક વ્યાસ કવિશ્રી હિમલ પંડયા •કવિશ્રી નરેન્દ્ર મકવાણા 'નફસ' કવિશ્રી ડૉ. ફિરદૌસ દેખૈયા •કવિશ્રી વિપુલ પંડયા 'સહજ' કવિશ્રી ડૉ.પરેશ સોલંકી કવિશ્રી જગત ભટ્ટ કવિશ્રી ઉદય મારૂ કવિશ્રી પ્રધુમ્ન ખાચર કવિશ્રી ભરત વાઘેલા, કવિશ્રી જિતુભાઈ વાઢેર કવિશ્રી ગોપાલ ચૌહાણ કવિશ્રી આશિષ મકવાણા સાથે બોટાદના પ્રખ્યાત લોકસાહિત્યકાર ઉદયભાઈ ધાધલ દ્વારા પ્રાસંગિક પ્રસ્તૃતિ કરી સૌને મોજ કરાવી,
આ યાદગાર અને ઐતિહાસિક ઉપક્રમે બોટાદના અનેક ભાવિકોની હાજરી થકી કાર્યક્રમ દીપી ઊઠ્યો હતો.ઝાલાવાડની વાત ગુજરાતી સમાચારપત્રના તંત્રી કિરીટભાઈ ખવડ પણ આ ક્ષણે પત્રકાર તરીકે ઉપસ્થિત રહ્યા હતા.. સમગ્ર ઉપક્રમના વિચારક શ્રી ઉદયભાઈ મારુંએ સુંદર શબ્દોમાં પોતાનો રાજીપો વ્યક્ત કર્યો અને લાલજીભાઈ પારેખે આભારદર્શન કર્યું.સમગ્ર કાર્યક્રમનું શ્રેષ્ઠ અને ભાવવાહી સંચાલન -સંકલન કવિશ્રી પ્રવીણભાઈ ખાચર 'પાર્થ' દ્વારા કરવામાં આવ્યું હતું...
સમાસને સાર્થક કર્યા બાદ સૌ મહેમાનોએ બોટાદના ગામધણી ભોજબાપુની ઐતિહાસિક વિરાસત એવાં યાત્રિક ભવન બોટાદની મુલાકાત કરી ભાઈશ્રી સતુભાઈ ધાધલનો આવકાર જીલ્યો હતો.આમ સમાસ ખરા અર્થમાં સાર્થક બન્યો.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.