જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં 2 આતંકી માર્યા ગયા:ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા; સેનાએ બે એકે-47, એક પિસ્તોલ અને દારૂગોળો પણ જપ્ત કર્યો
સેનાએ જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં LOC (લાઇન ઓફ કંટ્રોલ) પાસે બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ આતંકીઓ ઘુસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. સેનાના જણાવ્યા મુજબ, 8 સપ્ટેમ્બરની મોડી રાત્રે, સેનાના જવાનોએ નૌશેરાના લામ સેક્ટર પાસે થોડી હિલચાલ જોઈ. જે બાદ જવાનોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સેનાએ આતંકીઓ પાસેથી મોટી માત્રામાં દારૂગોળો જપ્ત કર્યો છે. બે એકે-47 અને એક પિસ્તોલ પણ જપ્ત કરવામાં આવી છે. હાલ ઓપરેશન ચાલુ છે. સેનાએ એક્સ પર આ માહિતી આપી હતી. છેલ્લા એક સપ્તાહમાં આતંકવાદીઓના એન્કાઉન્ટરની આ બીજી ઘટના છે. 2 સપ્ટેમ્બરે જમ્મુ-કાશ્મીરના સુંજવાન મિલિટરી સ્ટેશન પર આતંકીઓએ સેના પર ફાયરિંગ કર્યું હતું. જેમાં એક જવાન શહીદ થયો હતો. છેલ્લા 3 મહિનામાં આતંકવાદી એન્કાઉન્ટરની 3 મોટી ઘટનાઓ... 29 ઓગસ્ટ: કુપવાડામાં એન્કાઉન્ટરમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા
29 ઓગસ્ટે કુપવાડામાં એન્કાઉન્ટરમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા હતા. જેમાંથી બે આતંકવાદીઓ માછિલમાં અને એક તંગધારમાં માર્યા ગયા હતા. સેનાએ કહ્યું હતું કે 28-29 ઓગસ્ટની મોડી રાત્રે ખરાબ હવામાન વચ્ચે માછિલ અને તંગધારમાં શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી હતી. આ પછી સેના અને પોલીસે અહીં શોધખોળ શરૂ કરી. આ દરમિયાન એન્કાઉન્ટર શરૂ થઈ ગયું હતું. 14 ઓગસ્ટ: કેપ્ટન દીપક સિંહ ડોડામાં શહીદ થયા 14 ઓગસ્ટે ડોડામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં રાષ્ટ્રીય રાઈફલ્સના આર્મી કેપ્ટન દીપક સિંહ શહીદ થયા હતા. ડોડામાં અસાર ફોરેસ્ટ વિસ્તારમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં તે ટીમનું નેતૃત્વ કરી રહ્યો હતો. અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો. 16 જુલાઈના રોજ પણ ડોડાના દેસા વિસ્તારમાં એન્કાઉન્ટર દરમિયાન કેપ્ટન સહિત 5 જવાનો શહીદ થયા હતા. 15 જુલાઈ: સેનાના કેપ્ટન સહિત 4 જવાનો શહીદ થયા
15 જુલાઈના રોજ રાત્રે 9 વાગ્યે દેસા ફોરેસ્ટ વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટરમાં સેનાના કેપ્ટન સહિત 4 જવાનો શહીદ થયા હતા. એક પોલીસકર્મીનું પણ મોત થયું છે. આ એન્કાઉન્ટરની જવાબદારી આતંકી સંગઠન જૈશે લીધી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.