વડનગર શર્મિષ્ઠા તળાવ ના રસ્તા પર વૃક્ષો ની ડાળીઓ આવી જતાં અકસ્માત સર્જાયો તેવી સંભાવના - At This Time

વડનગર શર્મિષ્ઠા તળાવ ના રસ્તા પર વૃક્ષો ની ડાળીઓ આવી જતાં અકસ્માત સર્જાયો તેવી સંભાવના


વડનગર શર્મિષ્ઠા તળાવ ના રસ્તા પર વૃક્ષો ની ડાળીઓ આવી જતાં અકસ્માત સર્જાયો તેવી સંભાવના
વડનગર શર્મિષ્ઠા તળાવ ના વૃક્ષો ની ડાળીઓ તથા ઝાડી સાફસફાઈ કરવા માટે કોની જવાબદારી છે???

વડનગર બારોટી બજાર અર્જુન બારી દરવાજા ના રહીશો ગત અઠવાડીયે તારીખ ૧૪/૦૮/૨૦૨૪ બધુવાર ના દિવસે વડનગર નગરપાલિકાના ચીફ ઓફિસર ને લેખિત માં અરજી આપી હતી. કે વડનગર ઐતિહાસિક તરીકે જાણીતું શર્મિષ્ઠા તળાવ ના કિનારે બિન જરૂરી વૃક્ષો તથા ઝાડી ઓ ખૂબ વધી ગ ઈ છે. તો ના કારણે શર્મિષ્ઠા તળાવ ની પાળે વૃક્ષો તથા ઝાડી અડી ગ ઈ છે. તેના કારણે ઝેરી સાપ તથા જીવ જંતુ તથા કોબ્રા જેવા અંત્યત ઝેરી સાપ રહેણાંક વિસ્તારમાં આવે છે. અને નગરપાલિકા માં લેખિત અરજી આપી હોવા છતાં. વડનગર નગરપાલિકા કહે છે કે અમારી જવાબદારી નથી. પ્રવાસન વિભાગ ની જવાબદારી છે. તેવું નગરપાલિકા અને મામલતદાર કચેરી કહે છે.???? તો વડનગર માં નગરપાલિકા તથા મામલતદાર દાર કચેરી તથા પ્રવાસન વિભાગ આ ત્રણેય એક બીજા ને ખો આપે છે.તો વૃક્ષો તથા ઝાડી કાપવા માટે કેન્દ્ર સરકાર ,રાજ્યસરકાર ,કલેકટર નગરપાલિકા ,મામલતદાર કચેરી,પ્રવાસ વિભાગ આમ સરકાર થી લઈને બધાં જવાબદારી ઓ માંથી આખાં આડા કાન કરતાં હોય તો શું પ્રજાજનો એ સમજવું! ન્યાય માટે પ્રજાજનો આતુરતા થી રાહ જોઈ રહી છે. આ શર્મિષ્ઠા તળાવ ના કિનારે પર વૃક્ષો ની ડાળીઓ તથા ઝાડી ને સાફસફાઈ માટે જવાબદાર કોણ???? બારોટી બજાર થી અર્જુનબારી દરવાજા સુધી રસ્તા પર તળાવ માંની પાળી ની બહાર રસ્તા પર ડાળીઓ આવી જતાં મોટરસાયકલ તથા વાહનો ને અકસ્માત થાય તો જવાબદારી કોની રહેશે????
રિપોર્ટ -: જીગર પટેલ વડનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.