બે વર્ષ જુના ચોરીનો ભેદ ઉકેલાયો બોટાદ શહેર ટ્રાફિક શાખાની સતર્કતાથી પોલીસે ચોરાઉ મોટરસાયકલ સાથે શખ્સની અટકાયત કરી
(અજય ચૌહાણ દ્વારા)
બોટાદ શહેર ટ્રાફિક શાખાની કામગીરી સામે આવી છે. બોટાદ શહેરમાં બે વર્ષ પહેલા મોટરસાયકલની ચોરી થયેલ જે અંગે બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાયેલ. ત્યારે બોટાદ ટ્રાફિક પોલીસના પેટ્રોલીંગ દરમ્યાન એક શંકાસ્પદ મોટરસાયકલ સવારને ઉભા રાખીને પૂછપરછ કરતાં બે વર્ષ પહેલા ચોરી થયેલ મોટરસાયકલ હોવાનું સામે આવતા ટ્રાફિક પોલીસે ચોરી થયેલ મોટરસાયકલ સાથે એક શખ્સનીઅટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
બોટાદ શહેર ટ્રાફિક શાખાના પીએસઆઈ વાઘેલા અને ટ્રાફિક શાખાની ટીમ શહેરમાં પેટ્રોલીગમાં હતા તે સમયે શહેરનાં પાળીયાદ રોડ પર આવેલ રીલાયન્સ મોલ પાસે એક ફેન્સી નંબર પ્લેટ લગાવેલ મોટરસાયકલ સવાર પસાર થયેલ જેથી ટ્રાફિક પોલીસે તેને અટકાવીને મોટરસાયકલ અંગેના જરૂરી કાગળો માંગેલ પરંતુ મોટરસાયકલ સવાર પાસે કાગળ ન હતા જેથી ટ્રાફિક પોલીસને શંકા જતા પુછપરછ કરતા આ મોટરસાયકલ સવાર બોટાદ શહેરનાં ખારા વિસ્તારમાં વિજય સોસાયટીમાં રહેતા લાખાભાઈ રણછોડભાઈ જોગરાણા હોવાનું જાણવા મળેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.