સંતરામપુર તાલુકાના ગામડી ખાતે કાચું મકાન ધરાશયી થતા એકનૂ મોત - At This Time

સંતરામપુર તાલુકાના ગામડી ખાતે કાચું મકાન ધરાશયી થતા એકનૂ મોત


મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના ગામડી ગામે ભારે વરસાદને કારણે કાચું મકાન અચાનક જ ધસી પડતાં એક યુવતી નું કરુણ મોત નિપજ્યું છે.બનાવની હકીકત એ છે કે ગામડી ગામે ડામોર ફળિયા માં રહેતા પગી ભુરાભાઈ દાનાભાઈ નું રહેવાનું કાચું મકાન આવેલ જે આ મકાન થયેલ ભારે વરસાદ ને કારણે અચાનક જ આજે બપોરે ધસી પડતાં ધરમાં રસોડામાં રોટલા બનાવી રહેલ ઉ.વ.અઢારની યુવતી બચવા ધરની બહાર જવા જતાં ધરની દિવાલ આ યુવતી પગી ભાવનાબેન ભુરાભાઈ ની ઉપર ધસી પડતાં ભાવના નીચે દબાઈ જવાથી ધટના સ્થળે જ આ યુવતી ભાવનાબેન નું કરુણ મોત નિપજ્યું છે.આ ધટના ની જાણ થતાં ફળિયા નાં ને ગામનાં લોકો દોડી આવેલ ને કાટમાળમાં દબાઈ ગયેલ યુવતી ને બચાવવા ભારે જેહમત ઉઠાવેલ પરંતુ યુવતી ભાવનાબેન નો બચાવ થ ઈ શકેલ નહીં.આ બનાવની જાણ સંતરામપુર પોલીસ મથકે કરાતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ને મરનાર યુવતી ની લાશનું પંચનામું કરી ને લાશનું ઈનકવેસટ ભરીને લાશને પોસ્ટમોર્ટમ માટે સંતરામપુર સરકારી હોસ્પિટલમાં મોકલી આપેલ છે.આ બનાવ બનતા ગામડી ગામમાં ને પંથકમાં ધેરા શોક ની લાગણી જોવા મળે છે.આ અસરગ્રસ્ત ને પીડીત ગરીબ આદિવાસી પરિવારને ત્વરીત આવાસ નો લાભ તંત્ર દ્વારા મંજૂર કરી ને ફાળવી આપવામાં આવે ને જરુરી કેશ ડોલ અપાય ને સરકારી સહાયની જોગવાઇ મુજબની સહાય મરનાર યુવતી નાં પરીવાર ને વહેલીતકે અપાય તે અંગે રાજ્ય સરકાર અને તંત્ર દ્વારા ઝડપી કાયૅવાહી કરે તેવી માંગ ઉઠી છે.

રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.