ધંધુકાથી ખરડ ગામ વચ્ચે તૂટી ગયેલા પુલથી લોકો ત્રાહિમામ - At This Time

ધંધુકાથી ખરડ ગામ વચ્ચે તૂટી ગયેલા પુલથી લોકો ત્રાહિમામ


ધંધુકાથી ખરડ ગામ વચ્ચે તૂટી ગયેલા પુલથી લોકો ત્રાહિમામ

2 વર્ષ પહેલાં ભારે વરસાદથી તૂટ્યો હતો, નાળા મુકી ડાયવર્ઝન અપાયું

અમદાવાદ જીલ્લા ના ધંધુકા થી ખરડ ગામના રોડ ઉપર કોઠડીયા ગામ નજીક બે વર્ષ પહેલા ભારે વરસાદના કારણે રોડ ઉપરનો પુલ તુટી જતા બે વર્ષ પુર્ણ થવા છતા હજી સુધી આ પુલનુ કામ શરૂ કરાયુ નથી

ગ્રામ પંચાયત દ્વારા તંત્રને આ પુલ અંગે રજુઆત કરવામા આવતા તંત્ર દ્વારા હાલ પુરતુ આ પુલની બાજુમા ભુંગળા ગોઠવી ડ્રાયવર્ઝન આપી સંતોષ માન્યો હતો ત્યારે આ પુલનુ કામ વહેલી તકે શરૂ કરવામા આવે તેવી ગામડાના લોકોએ
રજુઆત કરી હતી. ધંધુકાથી ખરડ સુધીના રોડ ઉપર કોઠડીયા ગામ પાસે 2022મા પડેલા ભારે વરસાદના લીધે પુલ તુટી જતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો.

જેને લઈ તંત્ર દ્વારા તાબડતોબ માટી મેટલ નાખી ડ્રાયવર્ઝન આપી વાહન વ્યવહાર શરૂ કરી દેવામા આવ્યો હતો.

ત્યારબાદ ગ્રામ પંચાયત દ્વારા નવો પુલ બનાવવા માટે રજુઆત કરવામા આવતા ડ્રાયવર્ઝનમા ભુગળા ગોઠવી દેવામા આવ્યા હતા. પરંતુ આ પુલ તુટી ગયાના બે વર્ષ થઈ ગયા હોવા છતા આ પુલનુ તંત્ર દ્વારા કામ શરૂ કરાયુ નથી ત્યારે વહેલી તકે નવો પુલ બનાવાય તેવી રજુઆત ગામડાના લોકોએ કરી હતી.તેના કારણે છેલ્લે ડાયવર્ઝન મૂકીને તંત્રએ સંતોષ માન્યો છે.

રીપોર્ટર. સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.