સતલાસણાના ભાણાવાસમાં રૂપિયા 13.63 લાખના ખર્ચે દૂધ મંડળીનું ભવન ખુલ્લું મુકાયું - At This Time

સતલાસણાના ભાણાવાસમાં રૂપિયા 13.63 લાખના ખર્ચે દૂધ મંડળીનું ભવન ખુલ્લું મુકાયું


સતલાસણા તાલુકાના આંતરિયાળ વિસ્તારમાં આવેલ ભાણાવાસ ખાતે દૂધસાગર ડેરીના સહયોગથી તાજેતરમાં નવીન દૂધ મંડળીના ભવન બાંધકામ પૂર્ણ થતાં દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીના હસ્તે ઉદ્ઘાટન કર્યા બાદ નવીન ભવનને ખુલ્લું મુકવામાં આવ્યું હતું. ભવન નિર્માણમાં દૂધસાગર ડેરી દ્વારા મકાન બાંધકામ પેટે રૂ.5 લાખ અને બલ્ક કુલર માટે રૂ.6.98 લાખ મળી કુલ 13,63,160ના ખર્ચે નવીન ભવન નિર્માણ થતાં હવે દૂધ સભાસદો ડેરીમાં બલ્ક કુલર હોવાથી મોડેથી પણ ડેરીમાં દૂધ ભરાવી શકશે જેવા વિષયો સાથે અશોક ચૌધરીએ પશુપાલકોને સંબોધ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય સહિત દૂધ મંડળીના વહીવટકર્તાઓ અને પશુપાલકો હાજર રહ્યા હતા.


7016731491
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.