હું તો કાગળિયા લખી લખી થાક્યો પણ કાનુડા તારા મન માં નથી ગમાપીપળીયા ગામ એસ ટી પરિવહન માટે ધારાસભ્ય ધ્યાન આપે
હું તો કાગળિયા લખી લખી થાક્યો પણ કાનુડા તારા મન માં નથી
ગમાપીપળીયા ગામ એસ ટી પરિવહન માટે ધારાસભ્ય ધ્યાન આપે
બાબરા તાલુકા ના ગમા પીપળિયા ને મહત્વ ની પરિવહન થી વંચિત ધારા સભ્ય ને અનેક કાગળો લખી લખી સ્થાનિક આગેવાનો થાકી ગયા પણ એસ ટી પરિવહન ની સુવિધા હતી તેમાં સતત ધટાડો કરતો રહ્યો બાબરા અમદાવાદ વાયા ગમાં પીપળીયા અમરેલી સહિત લાંબા અંતર ની અને જસદણ રાજકોટ તરફ ની કોઈ સુવિધા નથી ૪૦૦૦ હજાર ની વસ્તી ધરાવતા ગમાં પીપળિયા ગામે પહેલા સાત જેટલી એસ ટી પરિવહન ની બસો આવતી હતી અત્યારે માત્ર એક જ બસ આવે છે તે પણ અનિયમિત મોટા ભાગે રાજ્ય ના ધોરી માર્ગ થી અંતર ના અસંખ્ય ગામડા ઓની પરિહવન સુવિધા ઓથી વંચિત રહેવું પડે છે એસ ટી સેવા ને બદલે ટ્રાફિક નહિ મળવાનું બહાનું બતાવી ગમે ત્યારે ગમે તે મહત્વ ના રૂટ બંધ કરી દે ધારાસભ્ય ને તો પ્રાઇવેટ પોતા ની ફોર વહીલ હોય ગામડા ની ગરીબ પ્રજા માટે પણ ધ્યાન આપવું જોઈ તેવી ગમા પીપળીયા ની જનતા ઇચ્ચી રહી છે એસ ટી ના ડી સી અને ધારાસભ્ય ને અનેક લેખિત રજુઆત સ્થાનિક આગેવાન ભનુભાઈ પાનસૂરિયા દ્વારા કરાય પણ કાગળિયા લખી લખી થાકી ગયા છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.