આજે સાક્ષરતા દિન વિયેટનામ અને ડેન્માર્કે વિશ્વમાં સૌ પ્રથમ નિરક્ષરતાનાબૂદ ઝુંબેશ ઉપાડી હતી
આજે સાક્ષરતા દિન
વિયેટનામ અને ડેન્માર્કે વિશ્વમાં સૌ પ્રથમ નિરક્ષરતાનાબૂદ ઝુંબેશ ઉપાડી હતી
સાક્ષરતા માટે અભિયાન શરૂ કરનાર વિયેટનામ અને ડેન્માર્કે
જગત નાં પ્રથમ દેશ
તા. ૮ મી સપ્ટેમ્બર વિશ્વમાં "વિશ્વ સાક્ષરતા દિન” તરીકે ઊજવવામાં આવે છે. વિયેટનામના હોન્ચીમીન્ચે અને ડેન્માર્કના ગુન્ટીવીન નામના મહાનુભાવોએ નિરક્ષરતાનાબૂદી અંગે તેમના દેશમાં લોકશાળાઓ (પબ્લિક સ્કૂલ) શરૂ કરીને નિરક્ષરોને ભણાવવાનું કાર્ય કર્યું હતું તેમના જન્મદિવસ
૮ મી સપ્ટેમ્બરને વિશ્વ સાક્ષરતા દિન તરીકે ઊજવવામાં આવે છે. ભારતમાં બીજા વિશ્વયુદ્ધ પછી સને-૧૯૩૭ દરમિયાન પ્રૌઢશિક્ષણના કાર્યક્રમની ઔપચારિક શરૂઆત થયેલ. ૧૯૬૦માં યુનેસ્કો દ્વારા યોજાયેલી બીજી વિશ્વ પરિષદમાં સમાજમાં પ્રૌઢ સાક્ષરતાના કાર્યક્રમને માનવજીવનના કાર્ય સાથે સાંકળવાના મત સાથે “બદલતે વિશ્વ મેં પ્રૌઢ વિશ્વશિક્ષા'નો વિષય નક્કી કરવામાં આવ્યો હતો.
એશિયાના કેટલાક દેશોની સાક્ષરતા અંગેની સરખામણીમાં ભારતમાં સાક્ષરતાનો દર ૬૫.૪૯ ટકા છે, જે ઓછો છે. ગુજરાત રાજયમાં સામાન્ય સાક્ષરતાનો દર ૧૯૯૧માં ૬૧.૫૭ ટકાનો હતો, જે વધીને ૨૦૦૧માં ૬૯.૯૭ ટકા થયેલ છે. આ પૈકી પુરુષ સાક્ષરતા દર ૭૩.૧ ટકા ઉપરથી ૮૦.૪૯ ટકા થયેલ છે (વૃદ્ધિ ૭.૩૯ ટકા). સ્ત્રી સાક્ષરતા દર ૪૮.૬ ટકા ઉપરથી ૯૮.૬૦ ટકા પર પહોંચેલ છે (વૃદ્ધિ ૧૦.૦૦ ટકા). સ્ત્રી સાક્ષરતા દરમાં વૃદ્ધિ વધારે છે. ૨૦૦૧ના સેન્સસ પ્રમાણે રાજયમાં સામાન્ય સાક્ષરતાનો દર ૬૯.૯૭ ટકા થયેલ છે, છતાંય ગ્રામ્ય કક્ષાએ મહિલાઓમાં નિરક્ષરતાનું પ્રમાણ સવિશેષ છે.ભારતીય બંધારણની જોગવાઈ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને આધીન ૧૫ થી ૩૫ વયજૂથની વ્યક્તિઓને સાક્ષર કરવાના હેતુસર તા.૫મી મે, ૧૯૮૮ના રોજ રાષ્ટ્રીય સાક્ષરતા મિશનની સ્થાપના કરવામાં આવી. સંપૂર્ણ સાક્ષરતા કાર્યક્રમ, અનુસાક્ષરતા કાર્યક્રમ અને નિરંતર શિક્ષણ યોજના એમ ત્રણ તબક્કામાં સાક્ષરતા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે.ગુજરાત રાજ્યમાં સંપૂર્ણ સાક્ષરતા કાર્યક્રમની શરૂઆત ૧૯૯૧માં થઈ ત્યારે ગાંધીનગર અને ભાવનગર એમ બે જિલ્લાઓને આ કાર્યક્રમ હેઠળ આવરી લેવાયા હતા. ત્યાર પછી તબક્કાવાર રાજ્યના બધા જ જિલ્લાઓને આ કાર્યક્રમ હેઠળ આવરી લેવાયા. ત્યાર બાદ રાજ્યમાં ૧૯૯૨થી ૧૯૯૮ દરમ્યાન ચાલેલા અનુસાક્ષરતા કાર્યક્રમમાં ૩૦.૯૪ લાખ લાભાર્થીઓને નવસાક્ષર કરવામાં આવ્યા હતા. નવસાક્ષરો ભણેલું ભૂલી ન જાય તેની વિશેષ કાળજી સાથે કેન્દ્ર સરકારની યોજના મુજબ રાજ્યમાં હવે નિરંતર શિક્ષણ કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ છે. નિરંતર શિક્ષણ કાર્યક્રમ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા તબ-3, માર પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા છે, જેમાં રાજયના ૨૫ જિલ્લાઓ ઉપરાંત વડોદરા, અમદાવાદ, સુરત અને રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન વિસ્તારોમાં ૧,૮૦૩ નોડલ કેન્દ્રો અને ૧૬,૯૦૩ નિરંતર શિક્ષણકેન્દ્રો મળીને ૧૮,૭૦૬ની રચના કરવામાં આવી છે. ૧,૫૦૦ થી ૨,૫૦૦ની વસ્તીએ એક નિરંતર શિક્ષણકેન્દ્ર તથા આવાં ૧૦ કેન્દ્રો વચ્ચે ૧ નોડલ કેન્દ્ર ભારત સરકારની માર્ગદર્શક સૂચના મુજબ સ્થાપવામાં આવે છે. ગુજરાત વિદ્યાપીઠમાં "પ્રૌઢ શિક્ષણ રિસોર્સ સેન્ટર”દ્વારા પ્રેરકોને સધન તાલીમ,જરૂરી સાહિત્ય અને માર્ગદર્શન પૂરાં પાડવામાં આવે છે ગ્રામ્ય કક્ષાએ બહેનોની નિરક્ષરતાનું પ્રમાણ વિશેષ છે, અને ખાસ કરીને બનાસકાંઠા, પંચમહાલ અને ડાંગ જિલ્લાઓમાં સાક્ષરતા કાર્યક્રમથી બહેનો વંચિત ન રહી જાય તે માટે બે પ્રેરકો પૈકી એક મહિલા પ્રેરકની નિમણૂક આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. મહિલા પ્રેરકો બહેનો માટે ખાસ કાળજી લેશે તથા મહિલાઓને અનુકૂળ હોય તે સમયે અને સ્થળે કેન્દ્રની પ્રવૃત્તિ ચલાવી શકશે. આ કાર્યક્રમમાં મહિલા સામખ્ય સંસ્થાની સહયોગિની અને સખી બહેનોની સક્રિયતાને ધ્યાનમાં લઈને તેમનું યોગદાન લેવામાં આવી રહ્યું છે.
આમ, ઘણાં વર્ષો પહેલાં રાત્રી વર્ગો, પ્રૌઢ શિક્ષણના વર્ગોમાં નિરક્ષરોને સાક્ષર કરાતા હતા. હવે નિરંતર શિક્ષણ દ્વારા ગ્રામ્ય કે શહેરી વિસ્તારોમાં કોઈ નિરક્ષર ન રહે અને સાક્ષર થયા બાદ પ્રાપ્ત કરેલી સાક્ષરતા નિરંતર શિક્ષણના અભાવે ગુમાવી ન બેસે તેવા ધ્યેય સાથે રાજયને સંપૂર્ણ સાક્ષર બનાવવા નિરંતર શિક્ષણનું કાર્ય અવિરત ચલાવી નિરક્ષરતા નાબૂદ ઝુંબેશ વ્યાપક બનાવવા ઉપર વિશેષ ભાર મુકાય છે
નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.