આવ ને કાગડા કઢી પીવા લાઠી નગરપાલિકા કચેરી ના હિસાબો માં ભારે વિસંગતા સામે સુરેશ ગોયાણી એ કરી પ્રાદેશિક કમિશનર ને રજૂઆત - At This Time

આવ ને કાગડા કઢી પીવા લાઠી નગરપાલિકા કચેરી ના હિસાબો માં ભારે વિસંગતા સામે સુરેશ ગોયાણી એ કરી પ્રાદેશિક કમિશનર ને રજૂઆત


આવ ને કાગડા કઢી પીવા

લાઠી નગરપાલિકા કચેરી ના હિસાબો માં ભારે વિસંગતા સામે સુરેશ ગોયાણી એ કરી પ્રાદેશિક કમિશનર ને રજૂઆત

લાઠી નગરપાલિકા કચેરી ના હિસાબો માં ભારે ગોટાળો ૭૦૦ થી વધુ પારા ઓ ખોટા બિલ વઉચારો અને પ્રાદેશિક કમિશનર કે શહેરી વિકાસ વિભાગ ની મંજુરી વગર ૪૧ થી વધુ કર્મચારી ઓની ગેરકાયદેસર ભરતી સામે ઉઠાવ્યા સવાલ એક વર્ષ દરમ્યાન અડધો કરોડ ની રકમ મહેકમ ના નામે કોની મંજૂરી થી ચૂકવાય મંજુર મહેકમ થી વધુ ૪૧ કર્મચારી ઓ પાસે શુ કામ લેવાય છે ? ખાનગી ટેક્ષી નું લાખો રૂપિયા ભાડું ચૂકવાયું સાયકલ પણ ન હોય તેવા વ્યક્તિ ઓને લાખો નું ટેક્ષીભાડું કેમ ચૂકવાયું ?
સરકાર ના નાણાં વિભાગ અને શહેરી વિકાસ વિભાગ સહિત અન્ય કચેરી ઓના કરવેરા કપાત કર્યા વગર દલા તરવાડી ની માફક ભારે ગેર વહીવટ સામે સુરેશ ગોયાણી ગુજરાત રાજ્ય શહેરી વિકાસ વિભાગ સહિત નગરપાલિકા ઓના કમિશનર સહિત સબંધ કરતા ઓને પત્ર પાઠવી કરી રજૂઆત લાઠી નગરપાલિકા ના ઓડિટ અહેવાલ માં ૭૦૦ થી વધુ પારા ઓ અધિકાર બહાર ચૂકવણા કોની મંજૂરી થી કરાયા ? જિલ્લા સહાયક નિરીક્ષક જાહેર હિસાબ દ્વારા જે તે હેડ નાણાં જમા કરાવવા તાકીદ કરી હોવા છતાં પારા દુરસ્તી અંગે સત્તાધીશો એ દરકાર નહિ લેતા ગોયાણી એ જવાબદારો સામે રિકવરી ના પગલાં લેવા વિસ્તૃત રજુઆત કરી હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.