આયુષ્યમાન આરોગ્ય મંદિર માંડવાની ટીમ દ્વારા રોગ અટકાયતી કામગીરી હાથ ધરવામાં આવી
(પ્રતિનિધી વનરાજસિંહ ધાધલ દ્વારા)
ચોમાસાની ઋતુ દરમિયાન માંડવા ગામમાં રોગચાળો ન ફેલાય તે અનુસંધાને આરોગ્ય ટીમ દ્વારા આરોગ્યલક્ષી તથા રોગ અટકાયતી જુદી જુદી પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી. માંડવા ગામમાં મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરિયા,ડેન્ગ્યુ, ચિકનગુનિયા તેમજ પાણી જન્ય રોગો જેવાકે ઝાડા,ઉલ્ટી,કોલેરા,ટાયફોઇડ,કમળો જેવા રોગો ગામમાં ન ફેલાય તે અનુસંધાને આરોગ્ય ટીમ દ્વારા ઘરે ઘરે જઈ સર્વેલન્સ કરવામાં આવ્યું. પીવાના પાણીમાં ક્લોરીનેશનની કામગીરી તેમજ ક્લોરિન ટેસ્ટ જેવી કામગીરી હાથ ધરેલ. આ ઉપરાંત દરેક ઘરની મુલાકાત કરી કલોરીન ટેબેલેટ વિતરણ કરવામાં આવ્યું હતું. મચ્છરજન્ય રોગો ન ફેલાય તે માટે ઘરમાં પાણીના પાત્રો ટાંકા,ટાંકી,બેરલ તથા અન્ય પાત્રોને ચેક કરી તેમાં એબેટ કામગીરી કરવામાં આવી તેમજ ટાયરો તથા અન્ય કચરાનો નિકાલ કરવા સમજાવેલ અને જરૂરી આરોગ્ય શિક્ષણ પૂરું પાડવામાં આવેલ. આ કામગીરી CHO મેઘાબેન ડાભી, આરોગ્ય કર્મચારી મુકેશભાઈ મારૂ, ઉર્મિલાબેન પંડ્યા તથા ગામના આશા બહેનો દ્વારા કરવામાં આવી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.