પત્નીને મેસેજ કરવાની ના પાડતા યુવક પર પિતરાઈનો છરીથી હિંચકારો હુમલા - At This Time

પત્નીને મેસેજ કરવાની ના પાડતા યુવક પર પિતરાઈનો છરીથી હિંચકારો હુમલા


કોઠારીયા મેઈન રોડ પર આદિ પાર્કમાં પત્નીને મેસેજ કરવાની ના પાડતા યુવક પર પિતરાઈનો છરીથી હિંચકારો હુમલો કરતાં યુવાનને લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાતા માથાના ભાગે નવ ટાંકા લેવાં પડ્યા હતાં. બનાવ અંગે આજીડેમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
હતી.બનાવ અંગે કોઠારીયા મેઈન રોડ પર આદિ પાર્કની બાજુમાં રહેતાં મહેશભાઈ કાનજીભાઈ મકવાણા (ઉ.વ.38) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે રાહુલ કરસનદાસ મકવાણાનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ પડવલામાં કિશોર ઓફસેટ નામના કારખાનામાં કામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, આઠેક મહિના પહેલા તેમના કાકાનો દીકરો રાહુલ મકવાણા તેમના પત્ની સાથે મેસેજમાં વાત કરતો હતો. જેથી તેને સમજાવેલ અને તે સમયે ઘરમેળ સમાધાન થઈ ગયેલ હતું. બાદમાં રાહુલ મકવાણા અવારનવાર તે બાબતે તેમની સાથે બોલાચાલી કરતો હતો અને ગઈકાલે રાત્રિના નવેક વાગ્યાની આસપાસ રાહુલ તેમના ઘરે આવેલ અને બોલાચાલી કરી ગાળો બોલવા લાગેલ હોય જેથી રાહુલને ગાળો બોલવાની ના પાડતા તે ઉશ્કેરાઈ ગયેલ અને છરી કાઢી માથાના ભાગે એક ઘા ઝીંકી દિધો હતો. બાદમાં તેમને માથામાંથી લોહી નીકળવા લાગતા આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો.
બાદમાં તેમની પત્ની આવી જતાં તેમને લોહીલુહાણ હાલતમાં 108 મારફતે સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેમને માથાના ભાગે નવ ટાંકા આવેલ હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી આજીડેમ પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.