જસદણ અને વિંછીયા તાલુકામાં નવા ચૅકડૅમ કૅનાલ સિંચાઈના કામો માટે રૂા.૫.૨૫ કરોડની રકમ મંજુર જળસંપતી મંત્રી બાવળિયા
કનેસરા હનુંમાન સેલુ (ચેકડેમ) અને ફુલઝર ટપકેશ્વર ચેકડેમ ઉપરાંત, સનાળા, હાથસણી અને દેવધરી કેનાલ મરામતના કામોને મંજુરી આપવામાં આવી.
(નરૅશ ચૉહલીયા દ્વારા જસદણ)
જસદણ અને વિંછીયા તાલુકામાં સિંચાઈના કામો માટે જળસંપતિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ નવા ચેકડેમ અને કેનાલ મરામતના કામો માટે રૂા.૫.૨૫ કરોડની રકમ મંજુર કરી અનેં જણાવ્યું હતુ કે જસદણ અને વિંછીયા તાલુકો પાણીની કાયમી અછત વાળા તાલુકાઓ છે, તાલુકાઓમાં પાણીના સંગ્રહ માટે પુરતા ચેકડેમ માટેની કોઈ વ્યવસ્થા ન હોવાથી તાલુકાના ખેડુત સહિતના લોકોને ખેતી તથા પીવાના પાણીની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો જેના ઉકેલ માટે ખૅડુતૉ દ્વારા ધારાસભ્ય અને જળસંપતિ મંત્રીને રજુઆતો કરી હતી. જે રજુઆતના અનુંસંધાને જસદણ તાલુકાના કનેસરા ગામે વીડી બોળીયા સોલીયા હનુંમાન સેલુ (ચેકડેમ) પાસે ૩૯ મી લંબાઈ અને ૬ મીટરની ઉંચાઈ વાળા પાકા ચેકડેમ માટે રૂા.૫૦ લાખ અને વિંછીયા તાલુકાના ફુલઝર ગામે ટપકેશ્વર પાસે ૨૭ મીટર લંબાઈ અને ૬ મીટર ઉચાઈના પાકા ચેકડેમ બનાવવા માટે રૂા.૫૦/ લાખની રકમ મંજુર કરી છે. આ કામો કરવા માટે ખેડુત સહીતના લોકોનો વરસો જુના પ્રશ્ન ઉકેલાયો છે. જયારે વિંછીયા તાલુકામાં મહત્વના ગામોમાં કેનાલ મરામતના કામ કરવા માટેની રજુઆતને ધ્યાને લઈ સનાળા ગામે કેનાલ મરામતના કામ માટે રૂા. ૩૯.૫૫ લાખ, હાથસણી ગામે કેનાલ મરામત માટે રૂા. ૧૮૧.૪૬ લાખ અને દેવધરી કેનાલ મરામતના કામ માટે રૂા.૨૦૯.૫૧ લાખની રકમને સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે આમ બંને તાલુકાઓમાં સિંચાઈ વિભાગના મહત્વના કામો મંજુર થતાં ખેડુત સહીતના લોકોમાં આનંદની લાગણી પ્રવર્તતેલ છે, અને ધારાસભ્ય અને જળસંપતિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનો આભાર વ્યકત કર્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.