જસદણની પાલિકાથી પ્રજા બેહાલ: વહીવટદાર શાસનથી અનેક સમસ્યાની ઝાટકણી કાઢતાં સુરેશ છાયાણી - At This Time

જસદણની પાલિકાથી પ્રજા બેહાલ: વહીવટદાર શાસનથી અનેક સમસ્યાની ઝાટકણી કાઢતાં સુરેશ છાયાણી


(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણ નગરપાલિકામાં હાલ વહીવટદારના શાસનમાં નાગરીકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહી છે. છતાં ઉપલા અઘિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા હોવાનો આક્ષેપ શહેરના ચિત્તલિયારોડ પર રહેતા સામાજિક કાર્યકર સુરેશભાઈ એન છાયાણીએ વ્યકત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે જસદણમાં હાલ મોટાં ભાગનાં રોડ રસ્તાઓ ગેરરીતિને કારણે જર્જરિત હાલતમાં છે. અને ખાડા બુરવા માટે ધૂળનો ઉપયોગ કરી રહ્યા છે શહેરમાં જે જગ્યાએથી પાણી વિતરણ થાય છે. જેમાં અપુરતી મશીનરી કારણે લોકોને પીવા માટે પાણી અપૂરતું અનિયમિત અને ડહોળું પાણી મળી રહ્યું છે. શહેરમાં ચોતરફ ગેરકાયદેસર દબાણને કારણે ટ્રાફિક સમસ્યા છતાં નવા નવા ગેરકાયદે બાંધકામોને કાયદેસર મંજૂરી વહીવટથી મળી જાય છે. જસદણને ઇસ્વીસન ૧૯૯૫માં નગરપાલિકાનો દરજ્જો મળ્યો આ દરમિયાન પાલિકા પાસે પોતાનું કહી શકાય એવું એક પણ આરોગ્ય શિક્ષણ નથી છાતી ઠોકી ફરવાનું કહી શકાય એવા એક પણ બાગ બગીચા નથી રોડ રસ્તા દબાણને કારણે સાંકડા સાર્વજનિક પ્લોટો રાજકારણી અને માથાભારે તત્વોના કબજામાં છે એથી વિશેષ તો શહેરના ભાડવાડી સહિતનાં રોડ રસ્તાઓ મોટાં વાહનો માટે બંધ કરવામાં આવ્યાં છે ચોમેર ગેરકાયદેસર બાંધકામો ધમધમી રહ્યાં છે આ માટે તો મંજુરી કેમ મળી જાય તે અંગે બિલ્ડરોને વહીવટથી ખાસ સલાહ આપવાનું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે. ભુતકાળમાં મોતીચોક સમાતરોડ પર અનેક ગેરકાયદે બિલ્ડિંગો અને શોપીંગ સેન્ટરને તોડી પાડવા માટે નોટિસના નાટકો પાલિકાએ કર્યા છે. પણ આવા અનેક બાંધકામોને હજું સુધી કંઈ થયું નથી આવા બાંધકામોના કારણે હજું લોકોને ટ્રાફીકનો સામનો અને ઈંધણનો બગાડ કરવો પડે છે. સુરેશભાઈએ જણાવ્યું હતું કે ભુતકાળમાં જસદણ નગરપાલિકામાં આકરણી, શોંચાલય, અને પાણી પુરવઠામાં માલ ન આપ્યો હોવા છતાં કરોડો રૂપિયાના બિલો લઈ લીધા હોવાના એક પણ આરોપીઓને સજા થઈ નથી હાલ પાલિકાના જવાબદારો જ દ્વારા ગેરરીતિ ભ્રષ્ટાચાર અને કૌભાડો થઈ રહ્યાં છે. ભૂતકાળના શાસકો અને તંત્રવાહકો કરોડો રૂપિયા ગળચી ગયાની નોંઘ પણ છે. પરંતું હાલમાં પ્રજાના વિવિદ્ય વેરાઓ સરકારની વિવિધ નાણાકિય ગ્રાંન્ટો તકલાદી કામો માટે વપરાય રહી છે તે બંધ કરી લોકોના હિતમાં લાંબા સમય સુધી ચાલે એવા કામોમાં વપરાવવી જોઈએ જો પાલિકાના કોઈ અધિકારી કે કર્મચારી બેદરકારી પોતાનાં કામોમાં દાખવે તો ઉંચ અધિકારીઓએ તેમની પર કાયદાકીય કાર્યવાહી હાથ ધરવી જોઈએ અને પ્રજાને દરેક કામોમાં રાહત આપવી જોઈએ એમ અંતમાં સુરેશભાઈ છાયાણીએ જણાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.