શનિવારથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થતા CPએ ધ્વનિ પ્રદૂષણ ન ફેલાય, મૂર્તિના વિસર્જન માટે પ્રતિબંધક આદેશો જાહેર કર્યા
શનિવારથી ગણેશ મહોત્સવ નો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે રાજકોટ શહેરમાં અનેક નાના મોટા પંડાલોમાં 10 દિવસ સુધી વિઘ્નહર્તા ગણપતિ આરાધના કરવામાં આવશે અને 11 માં દિવસે ભગવાન ગણેશનું વિસર્જન થશે ત્યારે શહેર પોલીસ કમિશનર દ્વારા કેટલાક પ્રતિબંધક આદેશો જાહેર કરવામાં આવ્યા છે જેમાં ગણેશ ઉત્સવ દરમિયાન ધ્વનિ પ્રદૂષણનો ફેલાય તેમજ નક્કી કરાયેલા સાત સ્થળોએ જ વિસર્જન કરવામાં આવે તેવો આદેશ કર્યો છે આ સાથે જ વીજ વિભાગ દ્વારા પણ ગણેશ પંડાલોને લઈને સંચાલકોને તકેદારી રાખવા સૂચનો કરવામાં આવ્યા છે.
ગણેશ મહોત્સવ નિમિત્તે વિવિધ સ્થળોએ સ્થાપિત ગણપતિજીની મૂર્તિનુ વિસર્જન કરવા અંગે પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા દ્વારા કેટલાક પ્રતિબંધક આદેશો જાહેર કરવામાં આવ્યા છે. પર્યાવરણની જાળવણી કરવા, જળસ્ત્રોતોમાં થતું પ્રદૂષણ અટકાવવા, જાહેર સુલેહ શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી આ આદેશો જાહેર કરાયા છે. જે મુજબ સક્ષમ સત્તાધિકારીની પૂર્વમંજૂરી વગર ગણેશ વિસર્જન કે અન્ય ધાર્મિક સરઘસ કાઢવુ નહીં, સક્ષમ સ્થાનિક સત્તામંડળે મૂર્તિ વિસર્જન માટે સુનિશ્ચિત કરેલ સ્થળ સિવાયની કોઈ પણ જગ્યાએ મૂર્તિ વિસર્જન કરવું નહીં, પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતા જળ સ્ત્રોત જેવા કે ડેમ, તળાવ, નદી કે કૂવામાં મૂર્તિ વિસર્જન કરવું નહીં, મૂર્તિ વિસર્જન માટે રાજ્ય સરકાર તથા હાઇકોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલ પદ્ધતિ સિવાયની કોઈપણ પદ્ધતિથી મૂર્તિ વિસર્જન કરવુ નહીં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.