સાયલા ની અનુપમ વિદ્યાલય- નોલી ખાતે શિક્ષકદિન ની ઉજવણી કરવામાં આવી.
શ્રી શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અનુપમ વિદ્યાલય - નોલી ( વિહળ નગર) ખાતે શિક્ષકદિન નિમિત્તે ઉજવણી કરાઇ. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં સમગ્ર ભારત માં તેમના જન્મદિવસ નિમિત્તે શિક્ષકદિન તરીકે ઉજવીએ છીએ. તેઓ ભારતનાં રાષ્ટ્રપતી રહી ચુક્યા હતાં. આ ઉપરાંત તેઓ મહાન શિક્ષક પણ હતાં. અનુપમ વિદ્યાલય માં ઘણાં બધાં બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. ઘણાં બાળકોનું સ્વપ્ન હોય છે કે મોટાં થઈ શિક્ષક બનવું છે. આ એક સ્વપ્નની ઝલક સારી રીતે દેખાઈ હતી. તેમજ અનુપમ વિદ્યાલય નાં વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર દીવસનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ આચાર્ય, ઉપ આચાર્ય, શિક્ષકો, બેલમંત્રી, પટાવાળા બધી જ જવાબદારી કુનેહપૂર્વ નીભાવી હતી. અંતમાં બાળકોએ આજનાં દિવસે થયેલાં ખાટ્ટા- મીઠાં અનુભવો વર્ણવ્યા હતાં. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાનાં ટ્રસ્ટી તેમજ શિક્ષકમિત્રોએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આમ ભવ્ય શિક્ષકદીનની ઉજવણી શ્રી અનુપમ વિદ્યાલય - નોલી(વિહળનગર) ખાતે કરવામાં આવી.
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.