રાજકોટ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનની ટીમે લાખના મોબાઈલ શોધીને મૂળ માલિકોને પરત કર્યો. - At This Time

રાજકોટ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનની ટીમે લાખના મોબાઈલ શોધીને મૂળ માલિકોને પરત કર્યો.


રાજકોટ શહેર તા.૬/૯/૨૦૨૪ ના રોજ રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનની ટીમે CEIR પોર્ટલની મદદથી રૂપિયા ૪.૭૪ લાખની કિંમતના ૩૦ મોબાઈલ વિવિધ માલિકોને પરત કર્યા હતા. રાજકોટમાં ગુમ તેમજ ચોરી થયેલા મોબાઈલ શોધીને મૂળ માલિકોને પરત કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી મળેલી સૂચનાને અનુલક્ષીને, પ્રદ્યુમનનગર પોલીસની ટીમે તપાસ શરૂ કરી હતી. જેમાં સાઈબર ટીમે હ્યુમન રિસોર્સિસ તથા ટેકનિકલ ઈન્ટેલિજન્સના આધારે CEIR પોર્ટલ પર સતત મોનિટરિંગ કર્યું હતું. તેમાં ટ્રેશ થયેલા મોબાઈલ શોધી કાઢવા પોલીસની ટીમો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં તપાસ શરૂ કરી હતી. આ કવાયતમાં ૪,૭૪,૦૦૪ રૂપિયાની કિંમતના કુલ ૩૦ જેટલા મોબાઈલ ફોન શોધીને હસ્તગત કરવામાં આવ્યા હતા. એ પછી ગતરોજ રાજકોટના નાયબ પોલીસ અધિક્ષકઝ ઝોન-૨ જગદીશ બાંગરવા તથા મદદનીશ પોલીસ કમિશનર-પશ્ચિમ વિભાગ રાધિકા ભારાઈના હસ્તે આ માોબાઈલ મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં નાયબ પોલીસ કમિશનર જગદીશ બાંગરવાએ આજકાલ વધી રહેલા સાઈબર ફ્રોડ તથા ચોરીના બનાવો વિશે લોકોને માહિતગાર કરીને માર્ગદર્શન આપ્યું હતું. આ કામગીરી પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના PI બી.એમ.ઝણકાત, PI પી.આર.ડોબરિયા, ASI સી.એમ.ચાવડા તથા નગ્માબેન શેખ, જેસલબેન મોરી, અરવિંદભાઈ ઝાપડીયા, મહેન્દ્રભાઈ વાળા દ્વારા કરવામાં આવી હતી.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.