ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ સૌથી પહેલી અતુલ લિમિટેડ કંપની 78 વર્ષમાં મંગલ પ્રવેશ કરતા જસદણમાં કુડોઝ નામના રેસ્ટોરન્ટમાં ધામધૂમથી ઉજવણી કરાઇ : તુલસી હેન્ડીક્રાફ્ટની આગેવાની હેઠળ ભવ્ય આયોજન કરાયું - At This Time

ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ સૌથી પહેલી અતુલ લિમિટેડ કંપની 78 વર્ષમાં મંગલ પ્રવેશ કરતા જસદણમાં કુડોઝ નામના રેસ્ટોરન્ટમાં ધામધૂમથી ઉજવણી કરાઇ : તુલસી હેન્ડીક્રાફ્ટની આગેવાની હેઠળ ભવ્ય આયોજન કરાયું


(રિપોર્ટ હર્ષદ ચૌહાણ દ્વારા)
ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ સૌથી પહેલી અતુલ લિમિટેડ કંપની દ્વારા આજરોજ જસદણના પ્રખ્યાત કુડોજ રેસ્ટોરન્ટ ખાતે તુલસી હેન્ડીક્રાફ્ટ ( અમિતભાઈ તથા ઘનશ્યામભાઈ ) આગેવાની હેઠળ કંપની 78 વર્ષમાં મંગળ પ્રવેશ કરતા ભવ્ય ઉજવણી કરાઈ હતી. તેમજ કારીગરોને લિક્વિડ અડેહીસિવ અને કેમિકલ્સને લગતું જરૂરી માર્ગદર્શન અપાયું હતું. આ ઉજવણીના ભાગરૂપે અતુલ લિમિટેડ કંપનીના અધિકારીઓ તેમજ જસદણમાં પ્રખ્યાત હેન્ડીક્રાફ્ટ તુલસી હેન્ડીક્રાફ્ટના માલિક ઘનશ્યામભાઈ છાયાણી અને અમિતભાઈ છાયાણી આગેવાની હેઠળ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અને આ ઉજવણીમાં કંપનીઓના અધિકારીઓ સાથે ડોક્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા અને ડોક્ટર દ્વારા સસ્તા તેમજ મોંઘા કેમિકલ્સના ફાયદાઓ તથા નુકસાન વિશે અને લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. આ મિટિંગમાં જસદણની તુલસી હેન્ડીક્રાફ્ટ પેઢી એટલે કે ઘનશ્યામભાઈ છાયાણી અને અમિતભાઈ છાયાણી પાસે ડિસ્ટ્રીબ્યુટરશીપ હોવાથી તેમના તમામ કારીગરોને ઉજવણીના સાક્ષી બનાવ્યા હતા. મિટિંગના અંતે જસદણમાં તાજેતરમાં જ શરૂ થયેલ પ્રખ્યાત કુડોઝ નામના રેસ્ટોરન્ટમાં સૌ કોઈ કારીગરોએ ભોજન તેમજ આઈસ્ક્રીમની મોજ માણી હતી સાથે તમામ કારીગરોને અતુલ લિમિટેડ કંપની દ્વારા શુભેચ્છા ભેટ આપવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.