ઢસા પોલીસ સ્ટેશનથી છેલ્લા ચાર માસથી ગુમ થનાર ઇસમને શોધી કાઢતી પેરોલ-ફર્લો/ બોટાદ એલ.સી.બી.ટીમ
(ચેતન ચૌહાણ દ્વારા )
ભાવનગર રેન્જ આઈજી વિભાગનાઓ દ્વારા ગુમ/અપહરણ સંબધી ગુન્હાઓમા ગુમ થનારને શોધી કાઢવવા સારૂ અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને બોટાદ જીલ્લા (એસ. પી ) કે.એફ.બળોલીયા નાઓએ ગુમ/અપહરણ સંબધી ગુન્હાઓમા ગુમ થનારને શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટર એ.જી.સોલંકી નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ ઇ/ચા પેરોલ-ફર્લો સ્કૉડ ના પો.સબ.ઇન્સ એસ.બી.સોલંકી તથા સ્ટાફના માણસો બોટાદ ટાઉન પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન આ.હેડ.કોન્સ. ભારદ્વાજભાઇ કાળીદાસ રામાનુજ નાઓને બાતમી મળેલ કે ઢસા પો.સ્ટે ગુમ.નં.૧૪/૨૦૨૪ કામે ગુમ થનાર ઇસમ ભગીરથભાઇ જશુભાઇ ધાધલ ના રહે.સીતાપર તા.ગઢડા જી.બોટાદ વાળા હાલ બોટાદ બસ સ્ટેન્ડ પાસે ઉભેલ છે જે બાતમી આધારે તપાસ કરતા મજકુર ઇસમ ભગીરથભાઇ જશુભાઇ ધાધલ ઉ.વ.૨૯ રહે.સીતાપર તા.ગઢડા જી.બોટાદ વાળા મળી આવેલ હોય જેઓની પુછપરછ કરી તેમના પિતાને સોપી આપેલ છે......
આ કામગીરીમા સામેલ અધીકારી/કર્મચારીની ટીમ-આ કામગીરી એલ.સી.બી શાખાના પો.ઇન્સ એ.જી.સોલંકી સાહેબના માર્ગદર્શન તથા સુપરવિઝન હેઠળ ઇ/ચા પેરોલ-ફર્લો સ્કૉડ પો.સબ.ઇન્સ. એસ.બી.સોલંકી તથા હેડ.કોન્સ. પ્રધ્યુમનસિંહ દાનસિંહ વાળા તથા આ.હેડ.કોન્સ. ભારદ્વાજભાઇ કાળીદાસ રામાનુજ તથા અના.પો.કોન્સ.પરબતસિંહ ખુમાનસિંહ ડોડીયા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.