રંગપુર પ્રા.શાળામાં વિદ્યાર્થીઓનાં આત્મવિશ્વાસને કેળવવા સ્વયં શિક્ષકદિનની ઉજવણી
તારીખ 5 સપ્ટેમ્બરનાં રોજ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનાં જન્મદિવસ નિમિત્તે શાળાનો સમગ્ર દોર વિદ્યાર્થીઓના હાથમાં સોપાયો હતો.ધોરણ 5 થી 8નાં પસંદ પામેલા 30 જેટલા વિદ્યાર્થીઓ શિક્ષકની ભુમિકામાં રહીને શાળામાં ભણાવાતા વિષયોનું અધ્યયન કરાવ્યુ હતુ.તેમા બાલવાટીકાથી ધોરણ -8 સુધીનાં તમમા વર્ગનો સમાવેશ થાય છે.કેટલાક વિદ્યાર્થીઓએ પ્યુન,કલાર્ક અને ઘંટ વગાડવા સુધીની સંપૂર્ણ જવાદારી બાળકોએ સારી રીતે પુરી કરી હતી.મકવાણા રીટાબેન અને કુકડીયા ગોપીબેન આચાર્ય અને ઉપાચાર્યની જવાદારી લીધી હતી.પ્રાર્થના કાર્યક્રમથી લઈ રજા સુધીની તમામ પ્રવૃત્તિઓ આ દિવસના શિક્ષકોએ પૂર્ણ કરી.શાળાનાં આચાર્ય શ્રધ્ધાબેન દેવમુરારી તેમજ શાળાના સમગ્ર શિક્ષકગણોએ આત્મવિશ્વાસ અને ઉત્સાહથી કામ કરનાર તમામ વિદ્યાર્થીઓને પોષ્ટિક નાસ્તો અને પ્રોત્સાન ઈનામ આપી તેમનું બહુમાન કર્યુ હતુ.શિક્ષક એ સમાજના ઘડતરની આઘાર શિલા શિક્ષકની કેળવણી પર નિર્ભર છે.એ વાત સુચારુ રીતે પ્રતિપાદીત કરવામાં આવી.જયતુ શિક્ષક.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.